Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડની ઔરંગા નદીના ડ્રેજિંગ માટે ગાંધીનગરની ટેકનિકલ ટીમ મેદાને:નદીમાં વર્ષોથી જમા થયેલી ગાદના કારણે ચોમાસામાં પૂરની ભીતિ

    6 days ago

    વલસાડની લોકમાતા ઔરંગા નદીને ઊંડી કરવા (ડ્રેજિંગ) માટેની ગ્રામજનોની વર્ષો જૂની માંગણી આખરે સંતોષાય તેવી આશા જાગી છે. વલસાડના ધારાસભ્ય ભરત પટેલની સક્રિય રજૂઆત બાદ ગાંધીનગરથી એક વિશેષ સર્વે ટીમ વલસાડ ખાતે દોડી આવી છે. આ ટીમે નદી કિનારે પહોંચીને પ્રાથમિક સર્વેક્ષણ અને નિરીક્ષણની કામગીરી હાથ ધરી છે. સર્વે દરમિયાન મોટી સંખ્યામાં એકત્રિત થયેલા ગ્રામજનોએ ગાંધીનગરની ટીમ સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી હતી. સ્થાનિકોએ જણાવ્યું કે નદીમાં લાંબા સમયથી મોટા પાયે માટી અને ગાદ જમા થઈ જવાને કારણે નદી છીછરી બની ગઈ છે. આ ભૌગોલિક સ્થિતિના લીધે દર ચોમાસામાં ભારે વરસાદ દરમિયાન આસપાસના વિસ્તારોમાં પૂરનું જોખમ સતત તોળાતું રહે છે. આ ગંભીર સમસ્યા અંગે ધારાસભ્ય ભરત પટેલે તંત્ર અને સરકારના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ લોકહિતમાં ઝડપી નિકાલ લાવવા ભારપૂર્વક જણાવ્યું હતું. ધારાસભ્યની રજૂઆત બાદ પ્રાથમિક તપાસ શરૂ થતાં હવે ગ્રામજનોની નજર સરકાર દ્વારા ડ્રેજિંગ મંજૂર કરવાના આગામી સત્તાવાર નિર્ણય પર મંડાયેલી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક યોજાઈ:મોરબી-હળવદ અને રવાપર રોડના તાકીદે સમારકામ માટે કલેક્ટરની સૂચના
    Next Article
    અમદાવાદ રથયાત્રા, FFWC ટીમે મહિલા-બાળકોને મદદ કરી:સુરક્ષા, માર્ગદર્શન અને સહાય માટે વિશેષ કેમ્પનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment