Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુજ બજારમાં બે આખલા બાખડ્યા:રખડતા ઢોરની સમસ્યાથી લોકો પરેશાન

    1 day ago

    ભુજ શહેરમાં રખડતા ઢોરની સમસ્યા ફરી એકવાર સામે આવી છે. આજે સવારે શહેરના વ્યસ્ત કંસારા બજારથી કાલિકા રિંગ રોડ વચ્ચે બે આખલાઓ અચાનક સામસામે આવી જતાં જોરદાર બાખડ્યા હતા. આ ઘટનાને કારણે રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ટ્રાફિકની અવરજવર પણ પ્રભાવિત થઈ હતી. આખલા યુદ્ધને કારણે વાહનચાલકોને પોતાના વાહનો રોકવાની ફરજ પડી હતી, જ્યારે રાહદારીઓ પણ ભયભીત થઈ સુરક્ષિત સ્થળે ખસી ગયા હતા. સ્થળ પર હાજર કેટલાક નાગરિકોએ આખલાઓને અલગ પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આક્રમક ઢોરને કાબૂમાં લેવું મુશ્કેલ બન્યું હતું. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ગંભીર ઈજાના સમાચાર નથી. નાગરિકોનું કહેવું છે કે શહેરના મુખ્ય માર્ગો, બજારો અને રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોર સતત જોવા મળે છે, જેના કારણે અકસ્માતોનું જોખમ વધી રહ્યું છે. ભુજ શહેરમાં અગાઉ પણ રખડતા ઢોરના કારણે અનેક દુર્ઘટનાઓ બની છે, જેમાં કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા છે અને અનેક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ સ્થિતિ ખાસ કરીને શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, વૃદ્ધો અને દ્વિચક્રી વાહનચાલકો માટે વધુ જોખમી છે. સ્થાનિક રહેવાસીઓએ તંત્રને અપીલ કરી છે કે માત્ર પ્રસંગોપાત કાર્યવાહી કરવાને બદલે નિયમિત અને અસરકારક અભિયાન ચલાવવામાં આવે. શહેરમાં રખડતા ઢોરને પકડી યોગ્ય સ્થળે ખસેડવા, પશુપાલકો સામે જરૂરી કાર્યવાહી કરવા અને જાહેર માર્ગોને ઢોર મુક્ત બનાવવા માટે સત્વરે કડક પગલાં લેવાની માંગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીના જેતપરમાં ખેડૂતોનો અનોખો વિરોધ:ગરબામાં બેનરો સાથે ઘૂમ્યા, મંત્રીના ભાઈ 'ધૂણિયા રાસ'માં જોડાયા
    Next Article
    કચ્છના ક્રિક વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ મળી:સુરક્ષા એજન્સીઓ દ્વારા દરિયાકાંઠે પેટ્રોલિંગ સઘન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment