Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચ્છના ક્રિક વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ મળી:સુરક્ષા એજન્સીઓ દ્વારા દરિયાકાંઠે પેટ્રોલિંગ સઘન કરાયું

    1 day ago

    કચ્છના ક્રિક વિસ્તારમાંથી ગઈકાલે સાંજે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના પેટ્રોલિંગ દરમિયાન એક પાકિસ્તાની બોટ મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં બોટમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી. કચ્છ જિલ્લો રણ, ડુંગર, દરિયાકિનારો અને આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો હોવાથી અહીં ઘૂસણખોરીના પ્રયાસો વધુ થતા રહે છે. આ સંવેદનશીલતાને કારણે સુરક્ષા એજન્સીઓ સતર્ક રહે છે. BSFની ટીમ ક્રિક વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમને આ બોટ નજરે પડી હતી. બોટ પાકિસ્તાની હોવાનું માલુમ પડતા સુરક્ષા દળોએ વધુ તપાસ હાથ ધરી હતી. આ ઘટના બાદ દરિયાઈ સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે. હાલ કચ્છમાં સુરક્ષા એજન્સીના જવાનો ચોવીસ કલાક પેટ્રોલિંગ કરી રહ્યા છે, જેથી કોઈપણ અનિચ્છનીય ઘટનાને અટકાવી શકાય.
    Click here to Read More
    Previous Article
    ભુજ બજારમાં બે આખલા બાખડ્યા:રખડતા ઢોરની સમસ્યાથી લોકો પરેશાન
    Next Article
    રાજકોટ ગ્રામ્ય પોલીસના 216 કર્મીની આંતરિક બદલી:એક જ સ્થળે 3 કે વધુ વર્ષથી ફરજ બજાવતા કર્મચારીઓની બદલીનો આદેશ, જુઓ લિસ્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment