Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીના જેતપરમાં ખેડૂતોનો અનોખો વિરોધ:ગરબામાં બેનરો સાથે ઘૂમ્યા, મંત્રીના ભાઈ 'ધૂણિયા રાસ'માં જોડાયા

    1 day ago

    મોરબીના જેતપર ગામે ખેડૂતો દ્વારા ચાલી રહેલા આંદોલનમાં અષાઢી બીજની રાત્રે અનોખો વિરોધ પ્રદર્શન જોવા મળ્યો. ખેડૂતોએ ઉપવાસી છાવણી ખાતે આયોજિત રાસ ગરબામાં સરકારની નવી વળતર નીતિના વિરોધમાં બેનરો સાથે ગરબે ઘૂમી પોતાનો અવાજ બુલંદ કર્યો હતો. રાજ્યમંત્રીના ભાઈ રાકેશભાઈ અમૃતિયા પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. આ આંદોલન ખાનગી વીજ કંપનીઓના વીજપોલ અને વાયરો પસાર કરવા સામે પૂરું વળતર આપવાની માંગ સાથે ચાલી રહ્યું છે. ખેડૂતોની મુખ્ય માંગ છે કે, જ્યાં સુધી તેમને પૂરતું વળતર ન મળે ત્યાં સુધી તેમના ખેતરોમાં વીજપોલ ઊભા કરવાની કામગીરી શરૂ કરવામાં ન આવે. આ આંદોલનના ત્રીજા તબક્કામાં થોડા દિવસો પહેલા મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી કલેક્ટર કચેરી સુધી ખેડૂતો દ્વારા પદયાત્રા યોજવામાં આવી હતી. આ પદયાત્રામાં 365 ગ્રામ પંચાયતોના લેટરપેડ સાથે સરકારના નવી વળતર નીતિના પરિપત્રનો વિરોધ કરાયો હતો અને ખેડૂતોની માંગણી મુજબ વળતર આપવાની અપીલ કરવામાં આવી હતી. અષાઢી બીજના દિવસે ઉપવાસી છાવણીમાં યોજાયેલા રાસ ગરબામાં મોટી સંખ્યામાં ખેડૂતો, મહિલાઓ અને ગ્રામજનો જોડાયા હતા. સરકારને વારંવાર રજૂઆતો કરવા છતાં માંગણી મુજબ વ્યવસ્થા ન થતાં, તેમણે 'સરકારનો નવો પરિપત્ર મંજૂર નથી' તેવા બેનરો સાથે ગરબા લીધા હતા. આ રાસ ગરબામાં રાજ્યમંત્રીના ભાઈ રાકેશભાઈ અમૃતિયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને ગરબામાં ભાગ લીધો હતો. 'ધૂણ્યો રાસ' શરૂ થયો ત્યારે રાકેશભાઈ અમૃતિયા છાવણીમાં ધૂણતા હોય તેવા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ખેડૂતોની દ્રઢ માંગ છે કે, તેમને પહેલા પૂરતું વળતર આપવામાં આવે અને ત્યારબાદ જ તેમના ખેતરોમાં વીજપોલ ઊભા કરવાની કામગીરી શરૂ કરવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    વડાપ્રધાને દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપી:જીંદથી સોનીપત વચ્ચે દોડી, ભાડું ₹5 થી ₹25 રહેશે, 2 કલાકમાં 89 કિમીની મુસાફરી; ભારત વિશ્વનો પાંચમો દેશ બન્યો
    Next Article
    ભુજ બજારમાં બે આખલા બાખડ્યા:રખડતા ઢોરની સમસ્યાથી લોકો પરેશાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment