Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સોનાની સાવરણીથી અડાલજ રથયાત્રાની 'પહિંદ વિધિ' કરી:અડાલજ અને ઓડિયા સમાજના ૨૫ હજારથી વધુ ભક્તો પ્રભુની નગરચર્યામાં જોડાયા

    1 day ago

    ગાંધીનગર જિલ્લાના અડાલજ સ્થિત સુપ્રસિદ્ધ શ્રી જગન્નાથ મંદિરેથી અષાઢી બીજના પાવન પર્વે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મંગળ અવસરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્ય અતિથિ તરીકે વિશેષ ઉપસ્થિત રહીને સુવર્ણ સાવરણી વડે ભગવાનના રથનો માર્ગ સાફ કરી પવિત્ર 'પહિંદ વિધિ' સંપન્ન કરી હતી અને રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ ઉપમુખ્યમંત્રી નરહરિ અમીન અને મેયર મીરાબેન પટેલ પણ હાજર રહ્યા હતા. મંદિર પરિસરેથી નીકળેલી આ રથયાત્રામાં અડાલજ તેમજ આસપાસના વિસ્તારોમાંથી ૨૫ હજારથી વધુ ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીના રથો શનિ મંદિર, ઉવારસદ બ્રિજ અને અડાલજ સર્કલ જેવા નિર્ધારિત માર્ગો પરથી પસાર થયા હતા. આ નગરચર્યામાં સ્થાનિક નાગરિકોની સાથે ગુજરાતમાં વસતા ઓડિયા સમાજના શ્રદ્ધાળુઓ પણ મોટી સંખ્યામાં પરંપરાગત વેશભૂષામાં જોડાયા હતા. નગરભ્રમણ દરમિયાન રથયાત્રા મા અન્નપૂર્ણા મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં મંદિર ટ્રસ્ટ દ્વારા હજારો ભક્તો માટે ભવ્ય મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. તમામ ધાર્મિક વિધિઓ અને મૌસાળની આગતા-સ્વાગતા પૂર્ણ થયા બાદ, ત્રણેય રથો મોડી સાંજે પરત શ્રી જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા, જ્યાં ભગવાનને ફરી ગર્ભગૃહમાં બિરાજમાન કરાયા હતા. પોલીસ તંત્ર અને વહીવટી વિભાગના સુચારુ આયોજનને કારણે સમગ્ર રથયાત્રા શાંતિપૂર્ણ અને ભક્તિમય માહોલમાં સંપન્ન થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    હૈદરાબાદમાં હિંદુ વિદ્યાર્થીને કલમા વાંચવાનું હોમવર્ક આપ્યું:પરિવારજનોએ વિરોધ નોંધાવ્યો તો શિક્ષિકાએ માફી માંગી, VHPનું શાળા બહાર પ્રદર્શન
    Next Article
    અઝરબૈજાનનું વિમાન મુશ્કેલીમાં હોવાનો મેસેજ મળતા દોડધામ:સુરત ATCને સેટેલાઈટ મારફત સૂચના મળી, એરપોર્ટ પર ઈમરજન્સી પ્લાન લાગુ કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment