Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હૈદરાબાદમાં હિંદુ વિદ્યાર્થીને કલમા વાંચવાનું હોમવર્ક આપ્યું:પરિવારજનોએ વિરોધ નોંધાવ્યો તો શિક્ષિકાએ માફી માંગી, VHPનું શાળા બહાર પ્રદર્શન

    1 day ago

    હૈદરાબાદની એક ખાનગી શાળામાં ધોરણ 2ના વિદ્યાર્થીઓને હોમવર્કમાં કલમા વાંચવાનો નિર્દેશ આપવાને કારણે વિવાદ ઊભો થયો છે. આ મામલે શાળા સંચાલને સંબંધિત મહિલા શિક્ષિકાને નોકરી પરથી હટાવી દીધા છે. ગુરુવારે હિંદુ સંગઠનના લોકોએ શાળાની બહાર પ્રદર્શન કર્યું હતું. આ મામલે ડીસીપી ખરે કિરણ પ્રભાકરે ગુરુવારે જણાવ્યું કે આ શાળા અને શિક્ષણ નીતિ, બંનેનું ઉલ્લંઘન છે. બુધવારે શિક્ષિકાએ ધોરણ 2ના 25 વિદ્યાર્થીઓને હોમવર્ક આપ્યું કે બધા કલમા વાંચે. વર્ગમાં 25 વિદ્યાર્થીઓમાંથી માત્ર એક વિદ્યાર્થી હિંદુ છે. આ જ વિદ્યાર્થીના પરિવારે આ અંગે વાંધો ઉઠાવ્યો હતો. પોલીસે જણાવ્યું કે અત્યાર સુધી આ મામલે કોઈ ફોજદારી ફરિયાદ નોંધાઈ નથી. પરિવારજનો બોલ્યા- શિક્ષકે માફી માંગી આ દરમિયાન, હિંદુ વિદ્યાર્થીના પરિવારજનોએ ગુરુવારે શાળાના પ્રિન્સિપાલને પત્ર લખીને જણાવ્યું કે શિક્ષકે માફી માંગી લીધી છે. અમે માફી સ્વીકારી લીધી છે. તેમણે શાળામાંથી પોતાની ફરિયાદ પાછી ખેંચવાની વાત કરી. જોકે, શિક્ષકની બરતરફી પાછી ખેંચવા અંગે હજુ કોઈ નિર્ણય થયો નથી. પોલીસ અનુસાર, બાળકના માતા-પિતાએ નિવેદન આપ્યું છે કે શાળા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીથી તેઓ સંતુષ્ટ છે અને મામલો ઉકેલાઈ ગયો છે. શાળા બહાર પ્રદર્શન, 30થી વધુની અટકાયત ગુરુવારે આ ઘટનાના વિરોધમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી બંદી સંજય કુમાર અને વિશ્વ હિંદુ પરિષદ (VHP) એ શૈક્ષણિક પ્રવૃત્તિ હેઠળ આપવામાં આવેલા નિર્દેશો પર સખત વાંધો ઉઠાવ્યો અને સંસ્થા વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી. VHP કાર્યકર્તાઓએ શાળા બહાર પ્રદર્શન કર્યું. પ્રદર્શન દરમિયાન 30થી વધુ લોકોને સાવચેતીના ભાગરૂપે અટકાયતમાં લેવામાં આવ્યા. આ પહેલાં, છ વર્ષના વિદ્યાર્થીના ફોઈ શાળાએ પહોંચ્યા અને શિક્ષકોને સવાલો કર્યા. તેમનો આરોપ હતો કે બાળકની હોમવર્ક ડાયરીમાં કલમા વાંચવાનો નિર્દેશ લખેલો હતો. તેમણે દાવો કર્યો કે શાળાના પ્રિન્સિપાલે તેને ધાર્મિક વિષય ગણાવીને બધા વિદ્યાર્થીઓ માટે ફરજિયાત ગણાવ્યો છે. પછીથી સંબંધિત શિક્ષકે સ્વીકાર્યું કે આ નિર્દેશ ભૂલથી બાળકની ડાયરીમાં લખાઈ ગયો હતો. તેમણે કહ્યું કે ધર્મ સાથે સંબંધિત હોમવર્ક ફક્ત તે જ વિદ્યાર્થીઓને આપવું જોઈએ, જેમણે તેને પસંદ કર્યું હોય. સાથે જ શિક્ષણ વિભાગ પાસેથી સમગ્ર મામલાની તપાસ અને કાર્યવાહીની માગ કરી. શાળા પ્રશાસન સાથે તેમની દલીલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ છે.
    Click here to Read More
    Previous Article
    ઈન્ડિયન બોલર્સ સામે અંગ્રેજો પાણીમાં બેસી ગયા:જસપ્રીત બુમરાહ પછી પ્રસિદ્ધ ક્રિષ્નાએ વિકેટ ઝડપી; બેન ડકેટ પછી જેકબ બેથેલ પેવેલિયન ભેગો થયો
    Next Article
    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સોનાની સાવરણીથી અડાલજ રથયાત્રાની 'પહિંદ વિધિ' કરી:અડાલજ અને ઓડિયા સમાજના ૨૫ હજારથી વધુ ભક્તો પ્રભુની નગરચર્યામાં જોડાયા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment