Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર રેલવે હોસ્પિટલમાં સુજાતા પાંડેના હસ્તે નવા વોર્ડનું લોકાર્પણ:અધ્યક્ષાએ હોસ્પિટલની સ્વચ્છતા અને તબીબોની સેવાભાવનાને બિરદાવી

    1 day ago

    પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠનના અધ્યક્ષા શ્રીમતી સુજાતા પાંડેએ 16 જુલાઈ, 2026ના રોજ ભાવનગર મંડલ રેલવે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ પ્રવાસ દરમિયાન, ભાવનગર મંડળના વરિષ્ઠ અધિકારીઓ અને તબીબોએ શ્રીમતી શાલિની વર્મા, અધ્યક્ષા, પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર મંડળ સાથે મળીને તેમનું સ્વાગત કર્યું હતું. લોકાર્પણ બાદ શ્રીમતી સુજાતા પાંડેએ હોસ્પિટલના વિવિધ વોર્ડ, ઓપીડી અને નિદાન કેન્દ્રોનું વિસ્તૃત નિરીક્ષણ કર્યું હતું. તેમણે હોસ્પિટલની ઉત્કૃષ્ટ સ્વચ્છતા, સુવ્યવસ્થિત કાર્યપદ્ધતિ અને સ્ટાફની સેવાભાવનાની મુક્તમને પ્રશંસા કરી હતી. આ સાથે જ તેમણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની વ્યક્તિગત મુલાકાત લઈને તેમની તબિયત વિશે પૂછપરછ કરી હતી અને હોસ્પિટલ પ્રશાસનને હંમેશા શ્રેષ્ઠ સેવાઓ આપવા અનુરોધ કર્યો હતો. મુલાકાતના અંતે હોસ્પિટલના કોન્ફરન્સ હોલમાં તબીબો સાથે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં હોસ્પિટલના સર્વાંગી વિકાસ, આધુનિક તબીબી સાધનોના ઉપયોગ અને દર્દીઓની સુવિધામાં વધારો કરવા જેવા મહત્વના મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી. તેમણે રેલવે હોસ્પિટલના સમગ્ર સ્ટાફના સમર્પણ અને શિસ્તને બિરદાવતા ભવિષ્યમાં તમામ જરૂરી સહકાર આપવાની ખાતરી આપી હતી. સમગ્ર કાર્યક્રમ ગૌરવપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો. આ અવસરે પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠનની પદાધિકારીઓ, મંડળના વરિષ્ઠ અધિકારીઓ, તબીબો, નર્સિંગ સ્ટાફ તેમજ હોસ્પિટલના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    દમણ નજીક ઈન્ટરનેશનલ ફ્લાઈટ મુશ્કેલીમાં હોવાનો મેસેજ મળતા દોડધામ:સેટેલાઈટ મારફત સુરત ATCનો સૂચના મળતા એરપોર્ટ પર ઈમરજન્સી પ્લાન લાગુ કરાયો
    Next Article
    અમદાવાદની જગન્નાથ રથયાત્રામાં બે સ્થળે વિવાદ:પ્રસાદ અને રથ ખેંચવા બાબતે પ્રેમ દરવાજા તથા ઘીકાંટા પાસે મારામારીના દ્રશ્યો સર્જાયા, પોલીસે મામલો થાળે પાડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment