Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદની જગન્નાથ રથયાત્રામાં બે સ્થળે વિવાદ:પ્રસાદ અને રથ ખેંચવા બાબતે પ્રેમ દરવાજા તથા ઘીકાંટા પાસે મારામારીના દ્રશ્યો સર્જાયા, પોલીસે મામલો થાળે પાડ્યો

    1 day ago

    અમદાવાદમાં ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે નીકળેલી પ્રભુ જગન્નાથની પરંપરાગત રથયાત્રા દરમિયાન આજે બે અલગ-અલગ વિસ્તારોમાં હંગામો અને મારામારીના બનાવો સામે આવ્યા છે. રથયાત્રાના રૂટ પર આવેલા પ્રેમ દરવાજા પાસે પ્રસાદ લેવા જેવી નજીવી બાબતે બે મહિલાઓ વચ્ચે શરૂ થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બંને પરિવારો આમને-સામને આવી ગયા હતા. જ્યારે બીજી તરફ, રથયાત્રા શરૂઆતથી જ એકથી દોઢ કલાક મોડી ચાલી રહી હોવાથી ઘીકાંટા પાસે પોલીસ જ્યારે રથને ઝડપથી મંદિર તરફ રવાના કરવાના પ્રયાસો કરી રહી હતી, બરાબર તે જ સમયે રથ ખેંચવાની બાબતે એક સ્થાનિક યુવક અને ખલાસીઓ વચ્ચે હિંસક ઝપાઝપી થઈ હતી. આ બંને સંવેદનશીલ ઘટનાઓ વખતે સ્થળ પર તૈનાત પોલીસ કાફલાએ તાત્કાલિક એક્શનમાં આવીને લોકોને છોડાવ્યા હતા અને મોટી અનિચ્છનીય ઘટના ટાળીને રથયાત્રાને સુરક્ષિત આગળ ધપાવી હતી. પ્રેમ દરવાજા મારામારી મામલે પોલીસનું નિવેદન આજરોજ રથયાત્રા દરમિયાન મારામારીનો બનાવ બન્યાનો વીડિયો વાયરલ થયેલ જે અંગે હકીકત એવી છે કે, આ બનાવમાં એક જ સમાજની બે મહિલાઓ વચ્ચે પ્રસાદ લેવા બાબતે ઝગડો અને ઝપા ઝપી થયેલ હતી, જે દરમિયાન એક મહિલાના પતિનો હાથ બીજી મહિલાને અડી જતાં પુરુષ સાથે પણ ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન આ સ્થળે તાત્કાલિક પોલીસ પહોંચી ગયેલ અને પોલીસ દ્વારા બંને પક્ષને પોલીસ સ્ટેશન લાવતા બંને પક્ષે આ અંગે કઈ કરવા માંગતા ન હોવાથી આ અંગે અંગે નોંધ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. રાત્રે 9.15 વાગ્યે ધી કાંટા પાસે ફરી મામલો બિચક્યો પ્રેમ દરવાજા પાસે બનેલી ઘટના માંડ શાંત પડી હતી ત્યાં રાત્રિના સમયે રથયાત્રા જ્યારે ધી કાંટા વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે ફરી એકવાર વાતાવરણ તંગ બન્યું હતું. રાત્રે અંદાજે 9.15 વાગ્યાના સુમારે ધી કાંટા પાસે ફરીથી રથ ખેંચવાની બાબત જ વિવાદનું મુખ્ય કારણ બની હતી. એક યુવક અને ખલાસીઓ વચ્ચે રથ આગળ વધારવા કે દોરડું પકડવા બાબતે તીખી તકરાર થઈ હતી, જે મિનિટોમાં જ મારામારીમાં ફેરવાઈ ગઈ હતી. એક જ દિવસમાં બીજી વાર મારામારી થતાં રથયાત્રાના રૂટ પર તણાવનો માહોલ જોવા મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ભાવનગર રેલવે હોસ્પિટલમાં સુજાતા પાંડેના હસ્તે નવા વોર્ડનું લોકાર્પણ:અધ્યક્ષાએ હોસ્પિટલની સ્વચ્છતા અને તબીબોની સેવાભાવનાને બિરદાવી
    Next Article
    Otters were eating fish Gujarat man hoped to catch, so he bludgeoned them to death

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment