Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દમણ નજીક ઈન્ટરનેશનલ ફ્લાઈટ મુશ્કેલીમાં હોવાનો મેસેજ મળતા દોડધામ:સેટેલાઈટ મારફત સુરત ATCનો સૂચના મળતા એરપોર્ટ પર ઈમરજન્સી પ્લાન લાગુ કરાયો

    1 day ago

    સંઘપ્રદેશ દમણ નજીક દરિયા પરથી પસાર થઈ રહેલી અજરબૈજાનની એક ફ્લાઈટ મુશ્કેલીમાં હોવાનો મેસેજ સુરત ATC (એર ટ્રાફિક કંટ્રોલર)ને મળતા દોડધામ મચી છે. સુરત એરપોર્ટ પર તમામ સુરક્ષા એજન્સીઓ એલર્ટ બની છે. અજરબૈજાનની ફ્લાઈટમાંથી ડિસ્ટ્રેસ સિગ્નલ છૂટ્યું અજરબૈજાનની ફ્લાઈટમાં 'ડિસ્ટ્રેસ સિગ્નલ' છૂટતા સેટેલાઈટ સિસ્ટમ મારફથ સુરત ATCને સૂચના મળી હતી. જેના કારણે સુરત એરપોર્ટ પર તત્કાલ 'એરપોર્ટ ઇમરજન્સી પ્લાન' લાગુ કરાયો છે અને તમામ એજન્સીઓ એક્શન મોડમાં આવી છે. CISF, ફાયર ફાઈટર્સ અને મેડિકલ ટીમો રનવે લાઇન પર તૈનાત થયા છે. કોસ્ટગાર્ડ અને ATC વચ્ચે સતત સંકલન વિમાનનું લોકેશન દમણ નજીક દરિયા પર હોય પ્લેનની સ્થિતિ જાણવા માટે કોસ્ટગાર્ડ અને ATC વચ્ચે સંકલન સધાઈ રહ્યું છે. આ સ્થિતિ વચ્ચે સુરત એરપોર્ટ પર અન્ય ફ્લાઈટ ઓપરેશન સંપૂર્ણ સામાન્ય હોવાની જાણકારી મળી છે. (આ સમાચાર અમે સતત અપડેટ કરી રહ્યા છીએ)
    Click here to Read More
    Previous Article
    વિપ્રોને પ્રથમ ક્વાર્ટરમાં ₹3,352 કરોડનો નફો:રેવન્યુ 10% વધી, કંપનીએ ₹2 ડિવિડન્ડની જાહેરાત કરી; એટ્રિશન રેટ 13.9% રહ્યો
    Next Article
    ભાવનગર રેલવે હોસ્પિટલમાં સુજાતા પાંડેના હસ્તે નવા વોર્ડનું લોકાર્પણ:અધ્યક્ષાએ હોસ્પિટલની સ્વચ્છતા અને તબીબોની સેવાભાવનાને બિરદાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment