Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંબાજીમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ચિંતન શિબિર શરૂ:શૈક્ષણિક ગુણવત્તા, રમતગમત, યુવા સંસ્કાર ઘડતર પર મંથન

    8 hours ago

    હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા અંબાજી ખાતે ત્રિદિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ થયો છે. 15 થી 17 જુલાઈ, 2026 દરમિયાન યોજાનારી આ શિબિરમાં યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના આચાર્યો, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના સંયોજકો અને શારીરિક શિક્ષણના અધ્યાપકો ભાગ લઈ રહ્યા છે. શિબિરમાં શૈક્ષણિક ગુણવત્તા, રમતગમત અને યુવા સંસ્કાર ઘડતર અંગે વિસ્તૃત વિચાર-મંથન હાથ ધરવામાં આવ્યું છે. શિબિરના ઉદ્ઘાટન પ્રસંગે યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના નિયામક ડો. ચિરાગ પટેલે મહાનુભાવોનો પરિચય આપી શાબ્દિક સ્વાગત કર્યું હતું. ડો. પટેલે શિબિરનો ઉદ્દેશ સ્પષ્ટ કરતાં જણાવ્યું કે આ શિબિર એક વિચારતીર્થ બની રહેશે. અધ્યાપકો અહીં વિદ્યાર્થીઓ માટે સમૃદ્ધ શૈક્ષણિક વાતાવરણ સર્જવા અને આવનારી પેઢીને બહેતર ભારત આપવાનો સંકલ્પ કરવા એકત્રિત થયા છે. તેમણે ઉમેર્યું કે યુનિવર્સિટી માત્ર ડિગ્રી આપતી સંસ્થા નથી, પરંતુ તે વિચારોનું વિશ્વ અને ઉત્તર ગુજરાતની યુવા શક્તિના સપનાઓનું કેન્દ્ર છે. યુનિવર્સિટીના કુલસચિવ ડો. આર. એન. દેસાઈએ જણાવ્યું હતું કે ચિંતન શિબિર ભવિષ્યના સંકલ્પોની પ્રયોગશાળા છે. તેમણે શિક્ષણને મનુષ્યમાં રહેલી પૂર્ણતાને પ્રગટ કરવાની પ્રક્રિયા ગણાવી અને અધ્યાપકોને તેના શિલ્પી કહ્યા. ડો. દેસાઈએ ઉમેર્યું કે વિદ્યાર્થીઓમાં રહેલી ભવિષ્યના વૈજ્ઞાનિક, કવિ, ખેલાડી કે રાષ્ટ્રસેવક બનવાની સંભાવનાઓને ઓળખવાનું કાર્ય અધ્યાપકોનું છે. તેમણે ઉત્તર ગુજરાતની દરેક કોલેજમાં જ્ઞાનનો પ્રકાશ વધે અને રમતગમત ક્ષેત્રે નવી સિદ્ધિઓ પ્રાપ્ત થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી. સમારંભના અધ્યક્ષ અને યુનિવર્સિટીના કુલપતિ ડો. કે. સી. પોરીયાએ જણાવ્યું કે આ શિબિર એવા લોકોનું મિલન છે જેઓ યુવાનીના ઘડતરમાં પોતાનો શ્રેષ્ઠ સમય અર્પણ કરે છે. તેમણે અંબાજીની પવિત્ર ધરતી પર શિક્ષણ, રમતગમત અને સંસ્કૃતિને જોડીને ભારતના ભવિષ્યને આજના સંકલ્પ સાથે સાંકળવાના પ્રયાસની વાત કરી. આ પ્રસંગે આચાર્ય ડો. ભીમજીભાઈ ચૌધરી, શારીરિક શિક્ષણના અધ્યાપક ડો. કિરીટભાઈ બી. પટેલ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના સંયોજક ડો. શેષકરણ ચારણે પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા. ઉદ્ઘાટન કાર્યક્રમનું સંચાલન ડો. આશુતોષ પાઠકે કર્યું હતું, જ્યારે આભાર વિધિ ડો. આર. ડી. ચૌધરી દ્વારા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    નવસારી રાત્રિ બજારમાં પુરવઠા વિભાગના દરોડા:ખોડિયાર સ્ટોલ પરથી 2 ઘરેલુ ગેસ સિલિન્ડર જપ્ત, કાળબજારની આશંકા
    Next Article
    થાનગઢમાં રૂ. 84,565નો દારૂ ઝડપાયો:રહેણાંક મકાનમાંથી LCBએ દારૂ સાથે એક આરોપીને ઝડપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment