Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    થાનગઢમાં રૂ. 84,565નો દારૂ ઝડપાયો:રહેણાંક મકાનમાંથી LCBએ દારૂ સાથે એક આરોપીને ઝડપ્યો

    7 hours ago

    સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે થાનગઢમાં મામાના ઓટા પાસેથી ગેરકાયદેસર દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે એક રહેણાંક મકાનમાંથી રૂ. 84,565ની કિંમતનો વિદેશી અને દેશી દારૂ જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરી છે. LCB ને હેડ કોન્સ્ટેબલ મુના રાઠોડને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. દરોડા દરમિયાન, મકાનમાંથી 338 નંગ વિદેશી દારૂના પ્લાસ્ટિક અને કાચના ચપલા (કિંમત ₹59,940), 165 નંગ બિયર ટીન (કિંમત ₹20,625) અને 20 લીટર દેશી દારૂ (કિંમત ₹4,000) મળી આવ્યો હતો. કુલ ₹84,565નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે નરેશ રાજા પરમાર (રહે. થાનગઢ, મામાના ઓટા પાસે) નામના આરોપીને પકડી પાડ્યો છે. આ ગુનામાં આદિત્ય રાજુ પરમાર (રહે. થાનગઢ) પણ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. થાનગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ (IPS) દ્વારા જિલ્લામાં પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે નાબૂદ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના આધારે LCB PI બી.એચ. શીંગરખીયા, PSI આર.જે. ગોહિલ, પેરોલ ફર્લો સ્કોડ PSI એન.એ. રાયમા, અને સ્ટાફના HC મુન્ના રાઠોડ, HC કાના સાંબડ, PC વજા સાનીયા, PC મીતકુમાર મુંજપરા, PC સુરેશ ખરગીયાની ટીમે આ સફળ કામગીરી કરી હતી.
    Click here to Read More
    Previous Article
    અંબાજીમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ચિંતન શિબિર શરૂ:શૈક્ષણિક ગુણવત્તા, રમતગમત, યુવા સંસ્કાર ઘડતર પર મંથન
    Next Article
    अली जौहर यूनिवर्सिटी को लेकर हाहाकार, बुलडोज़र चला तो यूनिवर्सिटी ख़त्म हो जाएगी

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment