Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હત્યા કેસનો ફરાર કેદી ઝડપાયો:જામનગર પેરોલ ફર્લો સ્ક્વોડે ગોકુલનગરથી ઝડપ્યો, જેલ હવાલે કરાયો

    9 hours ago

    જામનગરના સિક્કા પોલીસ સ્ટેશન વિસ્તારના હત્યાના ગુનામાં જામનગર જિલ્લા જેલમાંથી વચગાળાના જામીન પર મુક્ત થયા બાદ ફરાર થઈ ગયેલા પાકા કેદી દેવાંગ ઉર્ફે કાનો રામ ચાવડા (ઉં.વ.35) ને પેરોલ ફર્લો સ્ક્વોડે ઝડપી લીધો છે. આરોપી દેવાંગ ચાવડા હત્યાના ગુનામાં સજા ભોગવી રહ્યો હતો. તે વચગાળાના જામીન પર છૂટ્યા બાદ પરત જેલમાં હાજર થયો ન હતો અને ફરાર થઈ ગયો હતો, જેના કારણે પોલીસ તેની શોધખોળ કરી રહી હતી. રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીની જેલ ફરારી કેદીઓને પકડવાની સૂચના અન્વયે એલ.સી.બી. પી.આઈ. વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ કાર્યરત હતી. દરમિયાન સ્ટાફના ગજેન્દ્રસિંહ, સુરેશભાઇ, કરણસિંહ, લખધીરસિંહ અને દિલીપસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ આરોપીને જામનગરના ગોકુલનગર જકાતનાકા પાસેથી કોર્ડન કરી પકડી પાડવામાં આવ્યો હતો. પેરોલ ફર્લો સ્ક્વોડના ઈન્ચાર્જ પી.એસ.આઈ. એમ.વી. ભાટીયા અને એલ.સી.બી.ની સંયુક્ત ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી. પકડાયેલા કેદીને આગળની કાર્યવાહી માટે ફરી જેલહવાલે કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    કલેક્ટર નીતિન સાંગવાનની વલસાડને સ્વચ્છ રાખવા અપીલ:કચરો કચરાપેટીમાં નાખો, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ત્યાગ કરો
    Next Article
    વલસાડની આદિવાસી શાળાઓનું બોર્ડનું 100% પરિણામ:વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય કક્ષાએ મેડલ જીતી જિલ્લાનું ગૌરવ વધાર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment