Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલેક્ટર નીતિન સાંગવાનની વલસાડને સ્વચ્છ રાખવા અપીલ:કચરો કચરાપેટીમાં નાખો, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ત્યાગ કરો

    10 hours ago

    વલસાડ જિલ્લાને સ્વચ્છ, સુંદર અને હરિયાળો બનાવવા માટે જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાને નાગરિકોને સ્વચ્છતા અભિયાનમાં સક્રિયપણે જોડાવા અપીલ કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સરકારી તંત્રના પ્રયાસો ત્યારે જ સફળ થઈ શકે જ્યારે નાગરિકો પણ સ્વચ્છતાને પોતાની દૈનિક જીવનશૈલીનો ભાગ બનાવે. કલેક્ટરે સ્પષ્ટ કર્યું કે માત્ર વલસાડ શહેર જ નહીં, પરંતુ વાપી મહાનગરપાલિકા વિસ્તાર, ધરમપુર, કપરાડા અને નાનાપોંઢા સહિત જિલ્લાના તમામ શહેરી વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા લોકોનો સહયોગ અનિવાર્ય છે. તેમણે નાગરિકોને રસ્તા, બજારો, જાહેર સ્થળો અને રહેણાંક વિસ્તારોમાં કચરો ગમે ત્યાં ફેંકવાને બદલે હંમેશા કચરાપેટીનો ઉપયોગ કરવા જણાવ્યું. તેમણે સિંગલ યુઝ પ્લાસ્ટિકના વધતા ઉપયોગ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી. કલેક્ટરે લોકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો સંપૂર્ણપણે ત્યાગ કરવા તેમજ અન્ય પ્લાસ્ટિકનો પણ શક્ય તેટલો ઓછો ઉપયોગ કરવા અપીલ કરી. પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો કરવાથી પર્યાવરણનું સંરક્ષણ થશે અને સ્વચ્છતા જાળવવામાં સરળતા રહેશે. કલેક્ટર નીતિન સાંગવાને જણાવ્યું કે સ્વચ્છતા માત્ર નગરપાલિકા કે મહાનગરપાલિકાની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની સામૂહિક ફરજ છે. તેમણે વેપારીઓ, સામાજિક સંસ્થાઓ, યુવાનો, વિદ્યાર્થીઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને સાથે મળીને કામ કરવા હાકલ કરી, જેથી વલસાડને વધુ સ્વચ્છ, સુંદર અને હરિયાળું બનાવી શકાય. સ્વચ્છતા અભિયાનને જનઆંદોલનનું સ્વરૂપ આપવા માટે દરેક વ્યક્તિએ પોતાના ઘર, દુકાન, ઓફિસ અને આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવાનો સંકલ્પ લેવો જરૂરી છે. કલેક્ટરે અંતમાં અપીલ કરતાં જણાવ્યું કે જનભાગીદારીના બળથી જ 'સ્વચ્છ વલસાડ'નું સ્વપ્ન સાકાર થશે અને વલસાડ સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા માટે આદર્શ જિલ્લો બનશે.
    Click here to Read More
    Previous Article
    વડોદરાના જરોદ-સાવલી રોડ પર KTM બાઈક પિકઅપ વાન પાછળ ઘૂસી:બાઇક પાછળ બેસી રામાપીરના દર્શને જતાં યુવકને કાળ ભરખી ગયો, બાઈકચાલક ગંભીર
    Next Article
    હત્યા કેસનો ફરાર કેદી ઝડપાયો:જામનગર પેરોલ ફર્લો સ્ક્વોડે ગોકુલનગરથી ઝડપ્યો, જેલ હવાલે કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment