Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના ધારણોજમાં જહુ માતાજીનો પ્રાગટ્ય દિવસ ઉજવાયો:અષાઢ સુદ બીજે હજારો ભક્તોએ અન્નકુટ-મહાપ્રસાદનો લાભ લીધો

    10 hours ago

    પાટણ જિલ્લાના ધારણોજ ગામે આવેલા પવિત્ર યાત્રાધામ શ્રી જહુ માતાજીના મંદિરે અષાઢ સુદ બીજના પાવન પર્વે માતાજીનો પ્રાગટ્ય દિવસ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. આ પ્રસંગે મંદિર પરિસરને રંગબેરંગી ધ્વજા-પતાકા અને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ માતાજીના દર્શન માટે હજારો ભક્તો ઉમટી પડ્યા હતા અને સમગ્ર વાતાવરણ જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. પ્રાગટ્ય દિવસ નિમિત્તે માતાજીને વિશેષ શણગાર સાથે ભવ્ય છપ્પનભોગ અન્નકુટ અર્પણ કરવામાં આવ્યો હતો. આ અન્નકુટના મુખ્ય દાતા તરીકે ધારણોજના વતની અને હાલ અમેરિકા સ્થિત અશોકભાઈ ઘેલાભાઈ દરજી પરિવાર (MIT USA) દ્વારા સેવા આપવામાં આવી હતી. ભક્તોએ ભવ્ય અન્નકુટના દર્શન કરી માતાજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. મંદિરે પધારેલા હજારો શ્રદ્ધાળુઓ માટે શ્રી જહુ સેના ગ્રુપ (ગુજરાત) દ્વારા મહાપ્રસાદનું સુંદર આયોજન કરાયું હતું. આ ઉપરાંત, ભક્તોને શુદ્ધ પીવાનું પાણી સહિતની તમામ જરૂરી સુવિધાઓ પણ સેવાભાવી દાતાઓના સહયોગથી ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. સમગ્ર ધાર્મિક કાર્યક્રમનું આયોજન મંદિર ટ્રસ્ટના પ્રમુખ રેવાભાઈ દેસાઈ, મેનેજિંગ ટ્રસ્ટી નવીનભાઈ વાણિયા તેમજ સ્થાનિક યુવાનોના સહયોગથી સુચારૂ રીતે કરવામાં આવ્યું હતું. શિસ્તબદ્ધ આયોજન વચ્ચે ભક્તોએ દર્શન, અન્નકુટ અને મહાપ્રસાદનો લાભ લીધો હતો. પ્રાગટ્ય દિવસના આ પાવન અવસરે સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું. હજારો ભક્તોએ શ્રી જહુ માતાજીના દર્શન કરી સુખ-સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી.
    Click here to Read More
    Previous Article
    દ્વારકામાં VIP દર્શન માટે બોગસ IDનો ઉપયોગ:અશોક સ્તંભવાળું નકલી ઓળખપત્ર વાપરનાર સામે ગુનો, પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
    Next Article
    ગઢડામાં ભગવાન જગન્નાથજીની 33મી રથયાત્રા નીકળી:'હાથી-ઘોડા-પાલખી, જય કનૈયાલાલ કી'નો નાદ ગુજ્યો, શહેરમાં ઉત્સવનો માહોલ, હજારો ભક્તો ઉમટ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment