Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દ્વારકામાં VIP દર્શન માટે બોગસ IDનો ઉપયોગ:અશોક સ્તંભવાળું નકલી ઓળખપત્ર વાપરનાર સામે ગુનો, પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

    9 hours ago

    દ્વારકાધીશ મંદિરે VIP દર્શન કરાવવાના બહાને સરકારી સેવક તરીકેની ખોટી ઓળખ આપી આર્થિક લાભ મેળવવાનો પ્રયાસ કરાયો હોવાનો મામલો સામે આવ્યો છે. આ મામલે દ્વારકા પોલીસે પી.એલ.વી. તુલસીભાઈ નકુમ સામે ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે. રાજ્ય સેવક ન હોવા છતાં સરકારી અધિકારી હોવાની ખોટી ઓળખ આપી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ (DLSA), દેવભૂમિ દ્વારકાના ડેપ્યુટી રજિસ્ટ્રાર ઉદયપાલસિંહ એચ. જાડેજાએ દ્વારકા પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, તુલસીભાઈ નકુમ રાજ્ય સેવક ન હોવા છતાં સરકારી અધિકારી હોવાની ખોટી ઓળખ આપતા હતા. અશોક સ્તંભ છાપેલા બનાવટી ઓળખપત્રનો ઉપયોગ આરોપીએ ભારત સરકારનું રાજ્ય પ્રતીક 'અશોક સ્તંભ' છાપેલું બનાવટી ઓળખપત્ર બનાવી તેનો અસલી દસ્તાવેજ તરીકે ઉપયોગ કર્યો હતો. આ ઓળખપત્રના આધારે દર્શનાર્થીઓને VIP દર્શન કરાવવાના બહાને અંગત આર્થિક લાભ મેળવવાનો પ્રયાસ કરાયો હોવાનો આરોપ છે. જોકે, કોઈ દર્શનાર્થી પાસેથી કેટલી રકમ લેવાઈ કે કોઈ ચોક્કસ વ્યક્તિ સાથે છેતરપિંડી થઈ છે કે નહીં, તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે. પોલીસે ગુનો નોંધ્યો દ્વારકા પોલીસે ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ ૨૦૪, ૩૩૫, ૩૩૬ અને ૩૩૮ ઉપરાંત The State Emblem of India (Prohibition of Improper Use) Act, 2005ની કલમ ૩ અને ૪ હેઠળ ગુનો નોંધ્યો છે. આ કેસની તપાસ દ્વારકા પોલીસ મથકના PSI નરેન્દ્રસિંહ સુરૂભા ગોહિલને સોંપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અરવલ્લી કલેક્ટરે એ મેઘરજ B.Ed કોલેજની મુલાકાત લીધી:એક મહિનામાં કામ પૂર્ણ કરી કોલેજ શરૂ કરવા સૂચના
    Next Article
    પાટણના ધારણોજમાં જહુ માતાજીનો પ્રાગટ્ય દિવસ ઉજવાયો:અષાઢ સુદ બીજે હજારો ભક્તોએ અન્નકુટ-મહાપ્રસાદનો લાભ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment