Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગઢડામાં ભગવાન જગન્નાથજીની 33મી રથયાત્રા નીકળી:'હાથી-ઘોડા-પાલખી, જય કનૈયાલાલ કી'નો નાદ ગુજ્યો, શહેરમાં ઉત્સવનો માહોલ, હજારો ભક્તો ઉમટ્યાં

    12 hours ago

    ગઢડામાં આજે ભગવાન જગન્નાથજીની 33મી ભવ્ય રથયાત્રા ભક્તિભાવ અને ઉત્સાહભેર નીકળી હતી. મઘરપાટ અંબાજી મંદિરેથી બપોરે 2 વાગ્યે રથયાત્રાનો પ્રારંભ થયો હતો. વિવિધ મહાનુભાવોએ રથની પૂજા-અર્ચના કરી, આરતી ઉતારી અને દોરડું ખેંચીને રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. 'હાથી-ઘોડા-પાલખી, જય કનૈયાલાલ કી'ના ગુંજતા જયઘોષ વચ્ચે ગઢડાની શેરીઓ ભક્તિમય રંગે રંગાઈ ગઈ હતી. ભગવાન જગન્નાથજીના વધામણા માટે સમગ્ર શહેરને ધજા-પતાકા, ભવ્ય પ્રવેશદ્વારો અને આકર્ષક કટઆઉટથી શણગારવામાં આવ્યું હતું, જેના કારણે શહેરમાં ઉત્સવનો માહોલ છવાઈ ગયો હતો. ગઢડા જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા છેલ્લા 32 વર્ષથી સતત આ ભવ્ય પરંપરાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્યની ત્રીજા ક્રમની ભવ્ય રથયાત્રા તરીકે ઓળખાતી ગઢડાની આ 33મી રથયાત્રામાં સંતો-મહંતો, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં હરિભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ વર્ષની રથયાત્રામાં ધાર્મિક અને સાંસ્કૃતિક સંદેશ આપતા આકર્ષક ફ્લોટ્સ, ડીજે બેન્ડ, ટેડી બિયર, રાસ મંડળીઓ, અખાડાના ખેલ અને સિદ્દી બાદશાહની પરંપરાગત ધમાલ મુખ્ય આકર્ષણ રહ્યા હતા. ઉપરાંત 62થી વધુ વિવિધ વાહનો પણ રથયાત્રામાં જોડાયા હતા, જેના કારણે સમગ્ર યાત્રા વધુ ભવ્ય અને દર્શનીય બની હતી. રથયાત્રાના માર્ગ પર પાંચ મુખ્ય સ્થળોએ ડ્રોન મારફતે ભગવાન જગન્નાથજી પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી, જે ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી. યાત્રામાં જોડાયેલા હજારો ભક્તો માટે વિવિધ સેવા કેમ્પોમાં ચા, નાસ્તો, શરબત અને પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. રથયાત્રાનું આયોજન શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર આયોજન દરમિયાન ભક્તિ, શિસ્ત અને સેવાનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી. સ્વામી, જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલ, નગરપાલિકા પ્રમુખ કિશોર ખાચર, ભોળા રબારી, પ્રાંત અધિકારી આરતી ગોસ્વામી, મામલતદાર સિદ્ધરાજસિંહ વાળા, સંજય ઠાકર, મીત ડાંગર, કનુ જેબલીયા, ચેતન ત્રિવેદી સહિતના મહાનુભાવો રથયાત્રામાં જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    પાટણના ધારણોજમાં જહુ માતાજીનો પ્રાગટ્ય દિવસ ઉજવાયો:અષાઢ સુદ બીજે હજારો ભક્તોએ અન્નકુટ-મહાપ્રસાદનો લાભ લીધો
    Next Article
    સોનગઢ કિલ્લા પાસે ઝાડ પર લટકતી હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો:CCTV ફૂટેજ અને જંગલમાંથી મળેલા માનવ કંકાલના કનેક્શન અંગે પોલીસ તપાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment