Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આ રવિવારે બેંકો ખુલ્લી રહેશે:સોમવારથી 3 દિવસ રાષ્ટ્રવ્યાપી હડતાળથી બેંકિંગ સેવાઓ બંધ, ગ્રાહકો તરીકે જાણવા જેવું છે તે બધું જ જાણો

    10 hours ago

    દેશભરમાં તમામ બેંકો આ અઠવાડિયે રવિવારે પણ ખુલ્લી રહેશે. નાણાં મંત્રાલયે માહિતી આપી છે કે RBIએ 27 સપ્ટેમ્બરે દેશની તમામ બેંક શાખાઓ, કચેરીઓ અને ATM-લિંક શાખાઓ સહિત તમામ સેવાઓ સંપૂર્ણપણે કાર્યરત રાખવાની મંજૂરી આપી છે. યુનાઇટેડ ફોરમ ઑફ બેંક યુનિયન્સ એટલે કે UFBU દ્વારા 28થી 30 સપ્ટેમ્બર 2026 દરમિયાન પ્રસ્તાવિત ત્રણ દિવસીય દેશવ્યાપી બેંક હડતાળને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. હડતાળના ઠીક પહેલાં 26 સપ્ટેમ્બર (શનિવાર) અને 27 સપ્ટેમ્બર (રવિવાર)ના રોજ સપ્તાહાંતની રજાઓ આવી રહી હતી. આવી સ્થિતિમાં સતત પાંચ દિવસ સુધી બેંકિંગ સેવાઓ ખોરવાઈ જવાનો ખતરો ઊભો થયો હતો. સરકારે નાગરિકોની બેંકિંગ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. રવિવારે બેંકો સામાન્ય રીતે કામ કરશે નાણાં મંત્રાલયે જણાવ્યું કે જનતાની આવશ્યક બેંકિંગ જરૂરિયાતો પર લાંબા સમય સુધી અસર ન પડે તે સુનિશ્ચિત કરવા માટે તમામ સરકારી બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો રવિવાર, 27 સપ્ટેમ્બરે સામાન્ય રીતે કામ કરશે. રિઝર્વ બેંકે તમામ શાખાઓ, કચેરીઓ, એટીએમ-લિન્ક્ડ શાખાઓ અને કરન્સી ચેસ્ટ્સને આ દિવસે સંપૂર્ણ રીતે કાર્યરત રાખવાની મંજૂરી આપી છે. સરકારની યુનિયનોને હડતાળ ટાળવાની અપીલ સરકારે કહ્યું કે બેંક ગ્રાહકોને સુવિધા આપવી અમારી પ્રાથમિકતા છે. સરકાર અને બેંક મેનેજમેન્ટે બેંક યુનિયનોને પ્રસ્તાવિત હડતાળ મુલતવી રાખવાની અપીલ કરી છે. આ સાથે જ જરૂરી બેંકિંગ સેવાઓ કોઈપણ વિક્ષેપ વિના ચાલુ રહે તે સુનિશ્ચિત કરવા માટે પણ પગલાં લેવામાં આવ્યા છે. યુનિયનોએ કહ્યું હતું- હડતાળ ટાળવાના મૂડમાં નથી એક દિવસ અગાઉ UFBUએ કહ્યું હતું કે તે હડતાળ ટાળવાના મૂડમાં નથી. દેશભરના બેંક કર્મચારીઓ 28, 29 અને 30 સપ્ટેમ્બરે 3 દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળ કરશે. 22 સપ્ટેમ્બરે ઇન્ડિયન બેંક્સ એસોસિયેશન (IBA) અને નાણાં મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઑફ ફાઇનાન્શિયલ સર્વિસિસ (DFS) સાથે યોજાયેલી સમાધાન બેઠક નિષ્ફળ રહી, ત્યારબાદ યુનિયનોએ આ નિર્ણય લીધો. 5-દિવસના કાર્ય સપ્તાહની માંગને લઈને કરી રહ્યા છે હડતાળ બેંક યુનિયનો લાંબા સમયથી અઠવાડિયામાં 5 દિવસ કામ એટલે કે 5-ડે વર્કિંગની માંગ કરી રહી છે. યુનિયનોનું કહેવું છે કે માર્ચ 2024માં બાઈલેટરલ વેજ રિવિઝન એગ્રીમેન્ટ હેઠળ 5-ડે બેંકિંગ પર સહમતી બની હતી અને તેના પર હસ્તાક્ષર પણ થયા હતા, પરંતુ સરકારે હજુ સુધી તેનો અમલ કર્યો નથી. આ પહેલાં યુનિયનોએ 11 સપ્ટેમ્બરે 1 દિવસની હડતાળ કરી હતી અને માંગ સ્વીકારવામાં નહીં આવે તો 26 ઑક્ટોબરથી અનિશ્ચિતકાલીન હડતાળ કરવાની ચેતવણી પણ આપી છે. X પર લખ્યું- આ શાંતિથી બેસી રહેવાનો સમય નથી નવી દિલ્હીમાં ડેપ્યુટી ચીફ લેબર કમિશનરની મધ્યસ્થીમાં યોજાયેલી બેઠકમાં IBA અને DFSના પ્રતિનિધિઓએ યુનિયનોને હડતાળ પાછી ખેંચવાની અપીલ કરી હતી. અધિકારીઓનો તર્ક હતો કે 5-ડે બેંકિંગનો મામલો સરકારના વિચારાધીન છે અને અનેક પક્ષો સાથે ચર્ચા ચાલી રહી છે. નાણા મંત્રાલયે પણ કર્મચારીઓને હડતાળ ન કરવાની અપીલ કરી હતી. જોકે, UFBUએ કહ્યું કે જ્યાં સુધી 5-ડે બેંકિંગને લઈને કોઈ નક્કર પગલું લેવામાં નહીં આવે, ત્યાં સુધી હડતાળ પાછી ખેંચવામાં નહીં આવે. સંગઠને X પર પોસ્ટ કરીને પોતાના સભ્યોને કહ્યું કે કોઈ હકારાત્મક જવાબ મળ્યો નથી. આ શાંતિથી બેસી રહેવાનો સમય નથી, પરંતુ એકજૂટ રહેવાનો સમય છે. 3 દિવસ, એક માંગ અને એક એકજૂટ શક્તિ! તેને ઐતિહાસિક રીતે સફળ બનાવો. હવે નહીં તો ક્યારેય નહીં! ગ્રાહકો પર અસર: 4 દિવસ સુધી બેંકિંગ સેવાઓ પ્રભાવિત થઈ શકે છે 5-દિવસીય બેંકિંગની માંગ શું છે? યુનાઇટેડ ફોરમ ઑફ બેંક યુનિયન્સ શું છે? યુનાઇટેડ ફોરમ ઑફ બેંક યુનિયન્સ (UFBU) ભારતમાં બેંક કર્મચારીઓ અને અધિકારીઓની નવ મુખ્ય ટ્રેડ યુનિયનોનું એક સંગઠન છે. આ સંગઠન બેંક કર્મચારીઓના પગારવધારા, કામકાજના કલાકો, પેન્શન અને અન્ય માંગણીઓ અંગે સરકાર તથા બેંક મેનેજમેન્ટ સાથે વાતચીત કરે છે અને માંગણીઓ પૂરી ન થાય ત્યારે હડતાળનું આહ્વાન કરે છે.
    Click here to Read More
    Previous Article
    Gujarat Government | ગુજરાતમાં હવે સરકારી તંત્રને મળશે AIની ‘GPU પાવર | AI | GPU | Gujarati News
    Next Article
    એમેઝોન પર મફતના પુસ્તકો વેચાણ થતા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ:'સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલના બાળકોનો હક પાઠપુસ્તક મંડળ વેચી રહ્યું છે', સેમ્પલ ઓર્ડર આવ્યા બાદ ખબર પડશે:પાઠપુસ્તક મંડળ

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment