Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માળિયાના જસાપર ગામમાં બાયપાસની‎માપણી સામે ગ્રામજનોનું વિરોધ પ્રદર્શન‎:નોટિસ વગર માપણી કરવા પહોંચેલા અધિકારીઓ સમક્ષ લોકોએ ત્રીજું નેત્ર ખોલ્યું

    22 hours ago

    મોરબી જિલ્લાના માળીયા તાલુકાના જસાપર ગામે ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ પીપળીયા ચાર રસ્તાથી ગોળાઈ કાપીને સીધો નવો બાયપાસ બનાવવાની યોજના અગાઉ જાહેર થતાં ખેડૂતોએ મોરબી જિલ્લા કલેકટરને આવેદન આપી આ બાયપાસનો વિરોધ કર્યો હતો. ખેડૂતોના જણાવ્યા મુજબ જસાપર ગામેથી નવો બાયપાસ રોડ નીકળશે તો ખેડૂતોની મોટી ખેતીની જમીનો કપાતમાં જશે.એ જમીનનું કદાચ સરકાર એક વખત વળતર આપીને છૂટી જશે પણ ખેડૂતોને હંમેશ માટે જમીન ગુમાવવી પડશે. આથી કાયમ માટે ખેડૂતોની આજીવિકા છીનવાઈ જશે. તેથી ખેડૂતોને ગામ છોડી હિજરત કરી મજૂરી કામ માટે જ્યાં ત્યાં ભટકવું પડશે. આવી ગંભીર રજૂઆત કરવા છતાં પણ મામલતદાર સહિતના અધિકારીઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જસાપર ગામે રસ્તાની માપણી કરવા ગયા હતા. ત્યારે તમામ ખેડૂતો સહિતના ગ્રામજનોએ એકત્ર થઈને નોટિસ આપ્યા વગર જ માપણી કરવા આવ્યા હોવાનું કહી આ રોડની કામગીરીનો ઉગ્ર વિરોધ કર્યો હતો. એક તબબકે ગ્રામજનોએ ચક્કાજામ કરવાની તૈયારી કરી હતી.બાદમાં અધિકારીઓએ આ સમગ્ર બાબત અંગે ડે કલેકટર સમક્ષ રજૂઆત કરવાનું કહેતા અને બન્ને આ વાતથી સહમત થતાં હાલના તબક્કે આ સમગ્ર મામલો થાળે પડ્યો હતો. કોઇ પણ ભોગે નવો રોડ નહીં બનવા દઇએ ખેડૂત મહિલા રાધાબેન મૈયડે જણાવ્યું હતું કે, આ રોડ બને તો અમારી ખેતીની જમીન કપાતમાં જશે અને તેમના સહિત છોકરાઓ રોટલા વગરના થઈ જશે, ખેતીની જમીન અમારી માં છે. આથી અમે કોઈપણ ભોગે નવો રોડ નહીં બનવા દઈએ.એના માટે અમે મરવા અને મારવા માટે તૈયાર છીએ. - રાધાબેન મૈયડ, સ્થાનિક મહિલા 4.5 વીઘા જમીન પણ છીનવાઈ જશે મારી અને મારા ભાઈની કુલ 4.5 વીઘા જમીન છે, જે પૂરેપૂરી આ રોડ કપાતમાં જતી રહે છે. હું સાવ જમીન વિહોણો થઈ જઈશ. જો સરકાર જમીન લેવી જ હોય તો સામે મને બીજી જમીન આપે નહીંતર રોડનું કામ બંધ કરે તેવી માંગ છે. - ડાંગરભાઇ, સ્થાનિક ખેડૂત 17 માણસોનું કુટુંબ રઝળી પડશે જસાપર ગામના ગૌરીબેન નામના મહિલા ખેડૂતે પણ જણાવ્યું કે તેમની માત્ર 5 વીઘા જમીન છે. આ જમીન ખેતી કરી અમારું 17 માણસોનું કુટુંબ એના પર જ નભે છે, જો હવે આ નવા રોડ બનવવા માટે અમારી 5 વીઘા જમીન વિધા જમીન કપાતમાં જાય તો અમારું આ આખું કુટુંબ રસ્તા પર આવી જશે. જમીન જ રોજીરોટીનો આધાર હોય એ જમીન જ ન રહે તો અમે ક્યાં જશું એવી સતત ચિતા અમને આખા પરિવારને નિરાંતે ઉઘવા દેતી નથી. - ગૌરીબેન, સ્થાનિક ખેડૂત
    Click here to Read More
    Previous Article
    'અદાણી તારા ઘર આગળ થાંભલો નાખ અમને હેરાન ન કર':મોરબીમાં 'આંદોલન પાર્ટ-3', વીજપોલ વળતરની નવી નીતિનો વિરોધ; મહેન્દ્રનગર ચોકડીથી કલેકટર કચેરી સુધી રેલી
    Next Article
    Jhapatpara Or Islampura? Gujarat Residents Confused Over Locality's Name

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment