Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નલિયા એરફોર્સ જવાને ફરજ દરમિયાન આપઘાત કર્યો:પોલીસે અકસ્માતે ગુનો નોંધી તપાસ હાથ ધરી

    1 day ago

    કચ્છ જિલ્લાના નલિયા સ્થિત એરફોર્સ સ્ટેશનમાં ફરજ પર હાજર ભારતીય વાયુસેનાના એક જવાને પોતાની સર્વિસ રાઇફલ વડે આપઘાત કર્યો હોવાની આશંકા. ઘટનાની જાણ થતાં જ એરફોર્સના અધિકારીઓ અને સ્થાનિક પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક માહિતી મુજબ, હરિયાણા રાજ્યના 27 વર્ષીય ભરતરાજ ભોમેશકુમાર ભારદ્વાજ નલિયા એરફોર્સ સ્ટેશનના ટેક્નિકલ વિભાગમાં ફરજ બજાવતા હતા. ફરજ દરમિયાન અચાનક ગોળી છૂટવાનો અવાજ સંભળાતા અન્ય કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યાં ભરતરાજ ગંભીર હાલતમાં લોહીલુહાણ અવસ્થામાં મળી આવ્યા હતા. ગોળી તેમના માથાના ભાગે વાગી હોવાનું જાણવા મળ્યું છે. ઘટના બાદ એરફોર્સ દ્વારા આંતરિક સ્તરે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ આત્મઘાતી પગલું ભરવા પાછળનું ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી. ઘટનાની જાણ કોઠારા પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો પણ એરફોર્સ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અકાળે મોતનો ગુનો નોંધ્યો છે. જરૂરી પંચનામા સહિતની પ્રક્રિયા પૂર્ણ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વ્યક્તિગત, માનસિક કે અન્ય કોઈ કારણ જવાબદાર હતું કે નહીં તે અંગે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ અને એરફોર્સ બંને એંગલથી તપાસ ચાલુ છે અને સત્તાવાર અહેવાલની રાહ જોવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ટ્રકનું વ્હિલ ફરી વળતા પુત્રની નજર સામે જ માતાનું મોત:રાજકોટમાં ટ્રક અને બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત, ગંભીર રીતે ઘાયલ ઈમિટેશનના ધંધાર્થીએ પણ દમ તોડ્યો
    Next Article
    કોઈમ્બતુરની કોલેજમાં ચોરી કરનાર વોન્ટેડ આરોપી ઉમરગામથી ઝડપાયો:રૂ. 49 લાખની ચોરીમાં સંડોવાયેલો, તમિલનાડુ અને વલસાડ પોલીસે સંયુક્ત ઓપરેશન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment