Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાઈબર ફ્રોડ મામલે વધુ એકની ધરપકડ:આરોપીના બેન્ક એકાઉન્ટની તલાશી લેતા એક જ દિવસમાં 49 લાખ જમા થયાનું ખૂલ્યું

    एक दिन पहले

    ભાવનગર સાઇબર ક્રાઇમ પોલીસને સમન્વય પોર્ટલ પરથી મળેલી માહિતીના આધારે હાથ ધરાયેલી તપાસ દરમિયાન અલગ-અલગ રાજ્યોમાં થયેલ સાઇબર ફ્રોડની આઠ અરજીઓના નાણાં ભાવનગર સ્થિત IDBI બેંકમાં ઓમ પ્લાસ્ટિકના પ્રોપરાઇટરના ખાતામાં જમા થયા હોવાનું સામે આવ્યું હતું. તપાસમાં રૂ.91,644 જેટલી રકમ ખાતામાં જમા થયા બાદ NEFT અને UPI મારફતે ઉપાડી લેવામાં આવી હોવાનું ખુલતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી.ગતરોજ મુખ્ય આરોપીની ધરપકડ કર્યા બાદ તેની પૂછપરછના આધારે વધુ એક શખ્સની સંડોવણી બહાર આવતા સાઇબર ક્રાઇમ પોલીસે તેને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પેઢીના નામે ખોલાયેલા ખાતામાં ફ્રોડના નાણા ટ્રાન્સફર થયા આ બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર, ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસ મથકના પીએસઆઈ પી.એન. પરમારે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં તા.7 જૂન 2026ના રોજ ઓમ પ્લાસ્ટીકના પ્રોપરાઈટર ખાતાધારક રાહુલ મનસુખભાઈ બોરીચા રહે. ગોરધન કોલોની, મીલની ચાલી, ભાવનગર સામે ફરીયાદ નોંધાવી હતી કે, સમન્વય પોર્ટલ પરથી ભાવનગર જિલ્લાના જુદા જુદા મ્યુલ એકાઉન્ટનો ડેટા મોક્લવામાં આવ્યો હતો. જેમાં વાઘાવાડી રોડ પર આવેલી IDBI બેંકના મ્યુલ. એકાઉન્ટમાં સાયબર ફ્રોડની રકમના નાણા જમા થયા હોવાનું જાણવા મળ્યુ હતુ. જેની તપાસ દરમિયાન શખ્સે ઓમ પ્લાસ્ટીક નામનું કોર્પોરેટ એકાઉન્ટ તા.19 માર્ચ 2026ના રોજ ખોલાવી જે IDBI બેંક એકાઉન્ટમાં IBIFT, RTGS, IMPS, MB NEFT, UPI મારફતે અલગ અલગ ઓનલાઈન નાણા ટ્રાન્સફર થયાનું જાણવા મળ્યુ હતું. તપાસ કરતા દેશના અલગ અલગ રાજ્યોના સાયબર ફ્રોડની કુલ આઠ અરજી થયાનું જણાઈ આવ્યુ હતું. આઠ અરજીના થયેલા ટ્રાન્જેકશન મારફતે રૂા.91,644 ની રકમ IDBI બેંકના મ્યુલ એકાઉન્ટના ખાતેદાર રાહુલ બોરીચાના ખાતામાં જમા થઈ હતી. જે ફ્રોડની રકમ ખાતેદારે NEFT, UPI મારફતે અલગ અલગ ઓનલાઈન ટ્રાન્સફર કરી સગેવગે કરી નાખી હતી. જે ફરીયાદ આધારે ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસે ઓમ પ્લાસ્ટીકના પ્રોપરાઈટર ખાતાધારક રાહુલ મનસુખભાઈ બોરીચા સામે BNS એક્ટ 317(2), 317(4), ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ખાતામાં જમા થતી રકમ સગેવગે કરનાર આરોપીની ધરપકડ આ સમગ્ર પ્રકરણમાં સાઇબર ક્રાઇમ પોલીસે ગતરોજ ખાતેદાર રાહુલ બોરીચાની ધરપકડ કર્યા બાદ તેની પૂછપરછ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે સાઇબર ફ્રોડથી મેળવવામાં આવેલી રકમ જે બેન્ક એકાઉન્ટોમાં જમા કરાવવામાં આવતી હતી તે એકાઉન્ટો આગળ પહોંચાડવાનું કામ ભાવનગરના હાદાનગર વિસ્તારમાં રહેતા રવિ બાબુભાઈ ચૌહાણ (ઉ.વ. 36) દ્વારા કરવામાં આવતું હતું. જેના આધારે સાઇબર ક્રાઇમ પોલીસે રવિ ચૌહાણને ઝડપી લઈ તેના બેન્ક એકાઉન્ટની ઝીણવટભરી તપાસ કરતા એન.સી.સી.આર.પી. ફરિયાદીની રકમ ઉપરાંત માત્ર એક જ દિવસ દરમિયાન તેના ખાતામાં અંદાજે રૂ.49 લાખ જેટલી મોટી રકમ જમા થઈ હોવાનું સામે આવ્યું હતું.વધુ પૂછપરછ અને નાણાકીય વ્યવહારોની કડીઓ મેળવવા માટે સાઇબર ક્રાઇમ પોલીસે રવિ ચૌહાણને કોર્ટમાં રજૂ કરી બે દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા છે, જ્યાં હવે સમગ્ર રેકેટમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે અને લાખો રૂપિયાના વ્યવહારોનું જાળું ક્યાં સુધી ફેલાયેલું છે તે અંગે તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ખેડૂતો સાથે છેતરપિંડી કરશો તો સીધા જેલમાં જશો:કૃષિ મંત્રીની ચેતવણી, 3 મહિનામાં 54 લાયસન્સ સસ્પેન્ડ, 752 વેપારીઓને નોટિસ; ગેરરીતિ કરનારાઓ સામે PBM એક્ટ હેઠળ કાર્યવાહી થશે
    Next Article
    Gujarat MSP News | ખેડુતોના હિતમાં સરકારનો મોટો નિર્ણય | Minimum Support Price | Agriculture News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment