Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડૂતો સાથે છેતરપિંડી કરશો તો સીધા જેલમાં જશો:કૃષિ મંત્રીની ચેતવણી, 3 મહિનામાં 54 લાયસન્સ સસ્પેન્ડ, 752 વેપારીઓને નોટિસ; ગેરરીતિ કરનારાઓ સામે PBM એક્ટ હેઠળ કાર્યવાહી થશે

    1 day ago

    ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ મળી રહે તે માટે ગુજરાત સરકારે ગેરરીતિ આચરતા તત્વો સામે કડક વલણ અપનાવ્યું છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ સ્પષ્ટ ચેતવણી આપતાં જણાવ્યું છે કે ખેડૂતો સાથે છેતરપિંડી કરનાર, ડુપ્લિકેટ કે ઓછી ગુણવત્તાવાળો માલ વેચનાર તેમજ સંગ્રહખોરી કરનાર તત્વોને હવે કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. આવા તત્વો સામે લાયસન્સ રદ કરવા ઉપરાંત સીધી પોલીસ ફરિયાદ દાખલ કરી જેલ અને દંડની કાર્યવાહી કરવામાં આવશે. જંતુનાશક દવા અને બિયારણમાં ગેરરીતિ કરનારા સામે PBM એક્ટ હેઠળ કાર્યવાહી થશે મંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર ખેડૂતોના હિતોની રક્ષા માટે પ્રતિબદ્ધ છે અને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-1955 હેઠળ ખાતર અને બિયારણની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટેના નિયમોનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા વ્યક્તિઓ અને સંસ્થાઓ સામે ‘ધ પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ એન્ડ મેઇન્ટેનન્સ ઓફ સપ્લાય ઓફ એસેન્શિયલ કોમોડિટી (PBM) એક્ટ-1980’ હેઠળ પણ કાર્યવાહી કરાશે. 3 મહિનામાં 54 બિયારણ અને દવાના લાયસન્સ સસ્પેન્ડ કરાયા ચાલુ વર્ષમાં માત્ર ત્રણ મહિનાના ગાળામાં કૃષિ વિભાગની 85 વિજિલન્સ ટીમોએ રાજ્યભરમાં 3,526 ઉત્પાદકો અને વિક્રેતાઓ તેમજ ટેકનિકલ ગ્રેડ યુરિયા વાપરતા 74 એકમોની તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન ગુણવત્તા ચકાસણી માટે 1,060 નમૂનાઓ લેવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન અનિયમિતતા જણાતા 752 વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી છે, જ્યારે ખાતરના 42, બિયારણના 6 અને જંતુનાશક દવાના 6 મળીને કુલ 54 લાયસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ખાતર-દવાના બે વેપારીઓ સામે પોલીસ ફરિયાદ આ ઉપરાંત ગંભીર બેદરકારી બદલ ખાતર અને જંતુનાશક દવાના બે વેપારીઓ સામે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. ટેકનિકલ ગ્રેડ યુરિયાના દુરુપયોગની શંકાને આધારે 22 એકમોની વિશેષ તપાસ પણ હાથ ધરવામાં આવી છે. રાજ્ય સરકાર સબસિડીવાળા ખાતરના વેચાણ પર પણ સતત નજર રાખી રહી છે. POS મશીનો, ભૌતિક જથ્થો, વેચાણ રેકોર્ડ અને બિલોની નિયમિત ચકાસણી કરીને કાળાબજારી અટકાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગત વર્ષ દરમિયાન કૃષિ વિભાગની 276 ટીમોએ 6,380 ઉત્પાદકો, વિક્રેતાઓ અને શંકાસ્પદ એકમોની તપાસ કરી હતી. જેમાં ખાતર, બિયારણ અને જંતુનાશક દવાના કુલ 246 લાયસન્સ સસ્પેન્ડ અથવા રદ કરવામાં આવ્યા હતા, જ્યારે 26 લોકો સામે FIR નોંધવામાં આવી હતી. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે રાજ્યના ખેડૂતોને કોઈપણ પ્રકારનું આર્થિક નુકસાન ન થાય અને તેમને શ્રેષ્ઠ ગુણવત્તાવાળી કૃષિ સામગ્રી મળી રહે તે માટે સરકાર સતત સતર્ક છે. ભવિષ્યમાં પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ કડક કાર્યવાહી ચાલુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    Editor's View : TMCનો કૉંગ્રેસમાં વિલય?:મમતાના ત્રણ સંકેતથી અટકળો તેજ, સોનિયાની ઓફર ચર્ચામાં, મોદીનો વિજય રથ રોકવા ગેમ ચેન્જર પ્લાનની બ્લુપ્રિન્ટ તૈયાર
    Next Article
    સાઈબર ફ્રોડ મામલે વધુ એકની ધરપકડ:આરોપીના બેન્ક એકાઉન્ટની તલાશી લેતા એક જ દિવસમાં 49 લાખ જમા થયાનું ખૂલ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment