Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રકનું વ્હિલ ફરી વળતા પુત્રની નજર સામે જ માતાનું મોત:રાજકોટમાં ટ્રક અને બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત, ગંભીર રીતે ઘાયલ ઈમિટેશનના ધંધાર્થીએ પણ દમ તોડ્યો

    1 day ago

    રાજકોટના જામનગર રોડ પર આજે સવારે (16 જુલાઈ) સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે લોકોનાં મોત નિપજ્યા છે. જ્યુપીટર સવાર માતા-પુત્રને ટ્રકચાલકે ટક્કર મારતા જ્યુપીટર આગળ જતા બાઈક સાથે અથડાયું હતું. જ્યુપીટર સવાર માતા-પુત્ર રસ્તા પર પડી જતા માતા પર ટ્રકનું વ્હિલ ફરી વળતા પુત્રની નજર સામે જ માતાનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બાઈકચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું પણ મોત નિપજ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મહિલા અને તેનો પુત્ર ગાયકવાડીમાં રહેતા હોવાનું સામે આવ્યું છે જ્યારે અકસ્માતમાં ભોગ બનનાર અન્ય યુવક કુવાડવા રોડ ઉપર રહેતો હોવાનું અને પોતે ઇમિટેશનનો ધંધાર્થી હોવાનું સામે આવ્યું છે. પુત્રની નજર સામે માતા પર ટ્રકનું વ્હિલ ફરી વળતા મોત મળતી માહિતી મુજબ રાજકોટની સાધુ વાસવાણી સ્કૂલ પાસે રહેતા અને ખાનગી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા શહેનાઝબેન દલને તેનો પુત્ર જ્યુપીટર પર મૂકવા જઈ રહ્યો હતો. માતા-પુત્ર જ્યારે જામનગર રોડ પર રૂડા બિલ્ડિંગ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જ પાછળથી આવેલા ટ્રકે ટક્કર મારતા જ્યુપીટર આગળ જતા મોટરસાયકલ સાથે ટકરાયું હતું. ટક્કરના કારણે શહેનાઝબેન અને તેના પુત્ર રસ્તા પર પટકાતા પુત્રની નજર સામે જ માતા(શહેનાઝબેન) પર ટ્રકનું વ્હિલ ફરી વળતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માતના કારણે રસ્તા પર કંપારી છોડાવનારા દૃશ્યો સર્જાયા હતા. પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવતા આક્રંદ છવાયો ઘટનાના પગલે ટ્રક નીચે દબાયેલા શહેનાઝબેનને જોઈ પુત્ર સમીર અને અન્ય પરિવારજનો ભારે આક્રંદ કરતા જોવા મળ્યા હતા.બાદમાં મૃતદેહને બહાર કાઢી પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતમાં ઘાયલ ઈમિટેશનના વેપારીએ પણ દમ તોડ્યો ત્રિપલ અકસ્માતમાં મોટર સાયકલ પર સવાર ઈમિટેશનના વેપારી સુમિતભાઈને પણ ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમને પણ દમ તોડી દીધો હતો. સુમિતભાઈ ઈમિટેશનનું કારખાનું ધરાવતા હતા. પરિવારમાં બે ભાઈઓમાં નાના હતા. તેઓને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. અકસ્માત બાદ નાસી છુટેલા ટ્રકચાલકની શોધખોળ અકસ્માતમાં બે લોકોના મોત નિપજાવી ટ્રકચાલક ઘટનસ્થળ પર નાસી છૂટતા પોલીસ ટ્રેક કબજે કરી ચાલકની શોધખોળ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રથયાત્રામાં હાથીઓને પગ બાંધીને લાવવામાં આવ્યા:ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બલભદ્રના રથ સરસપુરથી રવાના થયા, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
    Next Article
    નલિયા એરફોર્સ જવાને ફરજ દરમિયાન આપઘાત કર્યો:પોલીસે અકસ્માતે ગુનો નોંધી તપાસ હાથ ધરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment