Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ૐ પ્લે હાઉસમાં અષાઢી બીજની ભક્તિમય ઉજવણી:નાનાં ભૂલકાઓએ ભક્તિગીતો, વાર્તા અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા

    1 day ago

    લાલપુર સ્થિત ૐ પ્લે હાઉસ, એલ.કે.જી. અને એચ.કે.જી. ખાતે અષાઢી બીજની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળા પરિવાર દ્વારા બાળકોને ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાઓથી પરિચિત કરાવવા વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન શિક્ષકોએ બાળકોને અષાઢી બીજનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ સરળ વાર્તા દ્વારા સમજાવ્યું હતું. ભગવાન શ્રી જગન્નાથજી સાથે જોડાયેલી પરંપરાઓ અને આ પવિત્ર દિવસનું મહત્વ બાળસહજ ભાષામાં રજૂ કરાયું હતું. ત્યારબાદ બાળકો દ્વારા ભક્તિગીતો પર સુંદર નૃત્ય રજૂ કરવામાં આવ્યું. રંગબેરંગી વેશભૂષામાં સજ્જ નાનાં ભૂલકાઓની રજૂઆતથી શાળા પરિસર ભક્તિમય બન્યું હતું. શિક્ષકો અને બાળકો સૌએ મળીને ઉત્સાહભેર અષાઢી બીજની ઉજવણી કરી. શાળા સંચાલકમંડળે જણાવ્યું હતું કે, બાળકોમાં નાનપણથી જ સંસ્કાર, ધાર્મિક મૂલ્યો અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે આદરની ભાવના વિકસે તે હેતુથી આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. કાર્યક્રમનું સમાપન ભગવાન શ્રી જગન્નાથજીના આશીર્વાદથી સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે તેવી પ્રાર્થના સાથે થયું હતું.
    Click here to Read More
    Previous Article
    માધાપરમાં 102 યુવાનોને ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમ:યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ બનશે 'ફર્સ્ટ રિસ્પોન્ડર'
    Next Article
    ફ્લાઈટ ટેક-ઓફ થવાની તૈયારીમાં'ને રન-વે પર સાપ, VIDEO:સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્લેનમાંથી મુસાફરે વીડિયો ઉતાર્યો, ફ્લાઇટ ઓપરેશનને કોઈ અસર નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment