Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રિક્ષાચાલકે બાળક અને દંપતીને જોરદાર ટક્કર મારી, VIDEO:નશામાં ધૂત હોવાનો સ્થાનિકોનો આક્ષેપ, અકસ્માત કરીને ફૂટપાથ પર રિક્ષા ચડાવી દીધી, સુરત પોલીસે તપાસ શરૂ કરી

    8 hours ago

    સુરતના ભટાર વિસ્તારમાં એક બેફામ બનેલા રિક્ષાચાલકે રોડ પર જઈ રહેલા નિર્દોષ દંપતી અને તેમના નાના માસૂમ બાળકને અડફેટે લીધા હોવાની ચોંકાવનારી ઘટના બની છે. રિક્ષાચાલકની આ ગંભીર બેદરકારી અને જોખમી ડ્રાઇવિંગના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર સુરત શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ છે. અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર વાગતાની સાથે જ મોપેડ સવાર પરિવાર રોડ પર પટકાયો હતો, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, રિક્ષાચાલક નશામાં ધૂત હતો. ઝિગ-ઝેગ સ્ટાઇલમાં રિક્ષા દોડાવી રહ્યો હતો, અન્ય વાહનચાલકે વીડિયો બનાવ્યો સ્થાનિક લોકો અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ અકસ્માત સર્જનાર રિક્ષાચાલક સંપૂર્ણપણે નશાની હાલતમાં હતો અને ટ્રાફિકના તમામ નિયમો નેવે મૂકીને વાહન હંકારી રહ્યો હતો. સચિન વિસ્તારથી પાંડેસરા તરફ જતા મુખ્ય રસ્તા પર આ રિક્ષાચાલક ગફલતભરી રીતે અને ઝિગ-ઝેગ સ્ટાઇલમાં રિક્ષા દોડાવી રહ્યો હતો. રસ્તા પરથી પસાર થઈ રહેલા એક જાગૃત યુવકને રિક્ષાચાલકની આ હરકતો શંકાસ્પદ અને જોખમી લાગતા, તેણે પોતાના મોબાઈલ કેમેરામાં આ આખી ઘટના કેદ કરવાનું શરૂ કર્યું હતું. આ યુવકે બનાવેલો લાઈવ વિડીયો જ હવે સોશિયલ મીડિયા પર રિક્ષાચાલકના પાપના પુરાવા તરીકે વાયરલ થઈ રહ્યો છે. કાળ બનીને આવેલી રિક્ષાએ દંપતીને ઉડાવ્યા ભટાર વિસ્તારમાં પહોંચતા જ આ રિક્ષાચાલકે રોડ પર આગળ જઈ રહેલા એક મોપેડ (સ્કૂટર)ને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ મોપેડ પર એક દંપતી તેના નાના બાળક સાથે સવાર હતું. રિક્ષાની સ્પીડ એટલી વધારે હતી કે ટક્કર લાગતા જ ત્રણેય જણા રોડ પર ફંગોળાઈ ગયા હતા અને બાઈક ચાલક નીચે પડી ગયો હતો. અકસ્માત કર્યા બાદ રિક્ષા ફૂટપાથ પર ચડાવી દીધી આટલું જ નહીં, અકસ્માત સર્જ્યા બાદ પણ રિક્ષાચાલકે સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને રિક્ષા સીધી રોડની સાઈડમાં આવેલા ફૂટપાથ પર ચડાવી દીધી હતી. સદનસીબે ફૂટપાથ પર કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ માસૂમ બાળક સહિત પરિવારને ઈજાઓ પહોંચી છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ, પોલીસ તંત્ર એક્શન મોડમાં આ અકસ્માતનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વાયુવેગે વાયરલ થઈ ગયો છે. વીડિયોમાં રિક્ષાચાલકની બેદરકારી સ્પષ્ટપણે જોઈ શકાતી હોવાથી નેટીઝન્સ દ્વારા સુરત પોલીસને ટેગ કરીને કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સુરત પોલીસ પણ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ છે. જાહેર માર્ગો પર નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મૂકનારા આવા તત્વો સામે દાખલારૂપ કાર્યવાહી કરવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. પીઆઈ એન.વી. ભરવાડએ કહ્યું-ફરાર રિક્ષાચાલકની શોધખોળ શરૂ છે ભટાર વિસ્તારમાં બનેલી આ ઘટના અંગે હાલ ખટોદરા પોલીસ મથક દ્વારા સત્તાવાર તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. ખટોદરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર (PI) એન.વી. ભરવાડના જણાવ્યા અનુસાર, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોને આધારે રિક્ષાના નંબર અને ડ્રાઇવરની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પોલીસની અલગ-અલગ ટીમો બનાવીને ફરાર રિક્ષાચાલકની શોધખોળ તેજ કરવામાં આવી છે. પીઆઈએ આશ્વાસન આપ્યું છે કે ટૂંક સમયમાં જ આરોપીની ધરપકડ કરીને તેની સામે કાયદાકીય સકંજો કસવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પ:ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતી વર્ષ નિમિત્તે 17થી વધુ યુવાનોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું
    Next Article
    વાપી મનપાની સામાન્ય સભામાં મહત્ત્વના નિર્ણયો લેવાયા:વિવિધ સમિતિઓ રચાઈ, ચેરમેનો નિમાયા, સિટી બસ ટાઈમ ટેબલ મંજૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment