Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટની સરાઝા હોટેલમાં ડેકોરા ગ્રુપની દારૂ મહેફિલમાં રેડ:મોઢા છુપાવવા ટેબલ-ખુરશીના કવર બાંધ્યા, 43 પુરુષ-33 મહિલાનો સમાવેશ; મોટા ઉદ્યોગપતિઓની હાજરીની ચર્ચા

    2 days ago

    રાજકોટના કાલાવડ રોડ પર આવેલી સરાઝા હોટેલમાં 31 ઓક્ટોબરની મોડીરાતે LCB ઝોન-2ની ટીમે દરોડા પાડી હાઈ-પ્રોફાઈલ દારૂ પાર્ટી ઝડપી પાડી હતી. ચિરાગ પટેલના નામના વ્યક્તિના જન્મદિવસ નિમિત્તે યોજાયેલી આ એડવાન્સ પાર્ટીમાં 43 પુરુષો અને 33 મહિલાઓ ઉપસ્થિત હતી, જ્યાંથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો તેમજ ખાલી બોટલો કબજે કરી હતી. આ પાર્ટીમાં રાજકોટ અને મોરબીના જાણીતા ઉદ્યોગપતિઓ અને નામાંકિત હસ્તીઓ ઉપસ્થિત હોવાનું બહાર આવ્યું હતું. રેડ દરમિયાન રાજકીય નેતાઓના ફોન ધણધણ્યા હતા અને હોટેલની વીજળી કાપી નાખવામાં આવી હતી. તમામ મહિલાઓને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ લઈ જતા સમયે મોઢા છુપાવવા ટેબલ-ખુરશીના કવર મોઢા પર બાંધી દીધા હતા. હેટેલ પર મોંધી કારોની લાઈન જોવા મળી હતી. એસીપી બી.જે. ચૌધરીએ કહ્યું કે, હોટેલ મેનેજર સામે ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરાઈ છે. વીડિયો સામે આવ્યો ને રાતે 1 વાગ્યે LCBએ રેડ પાડી રાત્રે આશરે 12 વાગ્યાની આસપાસ સરાઝા હોટેલમાં દારૂ પાર્ટી ચાલી રહી હોવાનો વીડિયો સામે આવ્યો હતો. ત્યારબાદ સક્રિય બનેલી રાજકોટ એલસીબી ઝોન-2ની ટીમ દ્વારા હોટેલમાં રાત્રે 1 વાગ્યાની આસપાસ ઓચિંતી રેડ કરવામાં આવી હતી. પોલીસના આ દરોડા પડતાની સાથે જ અનેક પ્રભાવશાળી રાજકીય નેતાઓના ફોન ધણધણી ઉઠ્યા હતા અને પોલીસ પર દબાણ લાવવાના પ્રયાસો શરૂ થયો હતો. મોંઘી ગાડીઓના થપ્પા, પોલીસની હાજરીમાં લાઈટ કાપી નાખી દિવ્ય ભાસ્કરના રિપોર્ટર રાત્રે 1:30 કલાકે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ સમયે હોટેલનાં પાર્કિંગમાં લક્ઝરીયસ-મોંઘીદાટ ગાડીઓનાં થપ્પા લાગેલા નજરે પડ્યા હતા, જે દર્શાવે છે કે આ પાર્ટી કેટલી ભવ્ય હતી. પ્રાથમિક અંદાજ મુજબ, આ દારૂ પાર્ટીમાં 30 કરતા વધારે કપલ હાજર હતાં. જેવી પોલીસ કાર્યવાહી આગળ વધી કે, રાત્રે 3 વાગ્યે હોટેલ બહાર વીજળી અચાનક બંધ કરી દેવામાં આવી હતી, જેથી અંધારાનો લાભ લઈ શકાય. પરિસ્થિતિ વધુ રહસ્યમય ત્યારે બની જ્યારે 3:40 વાગ્યા પછી હોટેલની અંદર અને બહારની તમામ લાઈટ સંપૂર્ણપણે કાપી નાખવામાં આવી. જોકે, આસપાસના અન્ય બધા બિલ્ડિંગોમાં લાઈટો હતી, જેને લઈ પોલીસની કાર્યવાહી સામે પ્રશ્નાર્થ સર્જાયા હતા. મોઢા ઢાંકવા ટેબલ-ખુરશીના કવરનો ઉપયોગ, દારુ કબજે કર્યો 3:55 કલાકે કુલ 33 મહિલાને પોલીસ સુરક્ષા હેઠળ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ પરીક્ષણ માટે લઈ જવાઈ હતી. આ દરમિયાન કેમેરાથી બચવા અને મહિલાઓની ઓળખ છુપાવવા માટે તેમના મોઢા ઢાંકવા ટેબલ અને ખુરશીઓના કવરનો ઉપયોગ કરાયો હતો. ત્યારબાદ રાત્રે 4:36 કલાકે આ મહિલાઓ સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ માટે પહોંચી હતી. આ કાર્યવાહીના ભાગરૂપે સરાઝા હોટેલમાંથી વિદેશી દારૂનો જથ્થો અને અન્ય મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરીને સવારે 4:45 કલાકે ત્યાંથી લઈ જવામાં આવ્યો હતો. ટેબલ પર રહેલા ગ્લાસમાં દારૂ ભરેલો હતોઃ ACP સવારે 05:05 વાગ્યે રાજકોટ પશ્ચિમ ઝોનના એસીપી બી. જે. ચૌધરીએ મીડિયા સમક્ષ આવી આ પ્રકરણની સૌપ્રથમ સત્તાવાર વિગતો જાહેર કરી હતી. જેમાં જણાવ્યું કે, ચિરાગ પટેલનો જન્મદિવસ દિવાળી પર આવતો હોવાથી તેણે આ એડવાન્સ પાર્ટીનું આયોજન કર્યું હતું. મહેફિલમાં કુલ 76 લોકો ઉપસ્થિત હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો છે. પોલીસ હોટેલની અંદર પહોંચી ત્યારે ટેબલ પર રહેલા ગ્લાસમાં દારૂ ભરેલો હતો અને આસપાસ દારૂની ખાલી બોટલો પણ મળી આવી હતી. પોલીસ તપાસ દરમિયાન દારૂ સિવાય અંદરથી અન્ય કોઈ નશાકારક પદાર્થ મળી આવ્યો નથી. 'તમામના મેડિકલ રિપોર્ટ બાદ હકીકત સામે આવશે' એસીપીએ વધુમાં સ્પષ્ટ કર્યું કે, હાલ પોલીસ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ હોટેલ મેનેજર સામે પણ ગુનો નોંધવામાં આવશે. દારૂની વ્યવસ્થા હોટેલ સંચાલકો દ્વારા કરવામાં આવી હતી કે નહીં? તે પણ હાલ પોલીસ તપાસનો વિષય છે. પાર્ટીમાં હાજર મોટાભાગના લોકો નશાની હાલતમાં હોવાની પ્રાથમિક આશંકા છે, પરંતુ હાલમાં ચોક્કસપણે કંઈ કહી શકાય નહીં. કેટલા લોકોએ દારૂ પીધો હતો તે બાબત માત્ર આરોપીઓના સિવિલ હોસ્પિટલના મેડિકલ ચેકઅપના અંતિમ અહેવાલ આવ્યા બાદ જ જાણી શકાશે. પોલીસ આ અંગે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    યુપીના 10 શહેરોમાં ધુમ્મસ, કેદારનાથમાં તાપમાન -8°C:ઓડિશામાં ભૂસ્ખલનથી 12 લોકો ગુમ; નવું ચક્રવાતી તોફાન આંધ્ર સાથે ટકરાઈ શકે છે
    Next Article
    ટ્રોલ્સથી ડરતી નથી ભારતીય ક્રિકેટર શ્રેયંકા પાટિલ:ગંદી કમેન્ટ્સ મળ્યા પછી ફરી સોશિયલ મીડિયા પર શેર કર્યો નવો VIDEO, આલોચકોને આપ્યો જડબાતોડ જવાબ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment