Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અડાલજમાં ભગવાનની ભવ્ય રથયાત્રા નીકળી:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી જગન્નાથજીની પંચમ રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું

    1 day ago

    ઓડિશાના જગન્નાથ પુરીની ભવ્યતા અને પરંપરાની ઝાંખી કરાવતી રથયાત્રાનું હવે ગુજરાતના આંગણે પણ ભવ્ય આયોજન થઈ રહ્યું છે. ગાંધીનગર નજીક અડાલજ સ્થિત જગન્નાથ મંદિર ખાતેથી અષાઢી દૂજના પાવન પર્વે ભગવાન જગન્નાથજીની પંચમ રથયાત્રાનો મંગળ પ્રારંભ થયો હતો. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળી ભક્તોને દર્શન આપ્યા હતા. આ પાવન અવસરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશેષ ઉપસ્થિતિ રહીને રથયાત્રાની પરંપરાગત વિધિઓ સંપન્ન કરાવી હતી.મુખ્યમંત્રીએ મંદિર પરિસરમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે પૂજા-અર્ચના કરી હતી. તેમણે સોનાની છાંટ વાળા પવિત્ર સાવરણાથી ‘પહિંદ વિધિ’ કરી ભગવાનનો રથ આગળ ધપાવ્યો હતો. મુખ્યમંત્રીએ મંગળા આરતી ઉતારી આ પૂર્વે મુખ્યમંત્રીએ પ્રભુની મંગળા આરતી ઉતારીને ગુજરાતની જનતાની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી.અડાલજ જગન્નાથ મંદિરની રથયાત્રાનું આ પાંચમું વર્ષ હોવાથી સમગ્ર વિસ્તારમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ યાત્રા પૂર્વે મંદિર પ્રશાસન અને ટ્રસ્ટી મંડળ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું પુષ્પહાર તેમજ પરંપરાગત પાઘડી પહેરાવીને ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ‘જય જગન્નાથ’ અને ‘હરિ બોલ’ના ગગનભેદી નારાઓથી વાતાવરણ ભક્તિમય ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે વહેલી સવારથી જ અડાલજ ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ‘જય જગન્નાથ’ અને ‘હરિ બોલ’ના ગગનભેદી નારાઓથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. પારંપરિક વેશભૂષા, ભજન મંડળીઓ અને સાંસ્કૃતિક કરતબો સાથે નીકળેલી આ રથયાત્રા મંદિર પરિસરેથી પ્રસ્થાન થઈને શનિ મંદિર, ઉવારસદ બ્રિજ અને અડાલજ સર્કલ જેવા વિવિધ માર્ગો પર ફરી હતી. નગરચર્યા દરમિયાન સ્થાનિક રહીશો દ્વારા ભગવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ રથયાત્રા મા અન્નપૂર્ણા મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં તમામ શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. અહીં ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો અને થોડા સમયના વિરામ બાદ રથયાત્રા પુનઃ નિજ મંદિરે પરત ફરી હતી.આ ધર્મોત્સવની પૂજા વિધિ અને મંગળા આરતીના પ્રસંગે મુખ્યમંત્રીની સાથે સહિત અનેક પૂર્વ સનદી અધિકારીઓ, રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, ગુજરાતમાં સ્થાયી થયેલા ઓડિશા વાસીઓ પણ પોતાના પરંપરાગત પોશાકમાં મોટી સંખ્યામાં જોડાયા હતા અને ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી. સમગ્ર અડાલજ પંથક આજે મીની પુરીમાં ફેરવાઈ ગયો હોય તેવો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા:ઢોલના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા; થોડીવારમાં ભગવાન નગરચર્યાએ નીકળશે
    Next Article
    રાજકોટવાસીઓને સિંહદર્શન માટે રાહ જોવી પડશે:મનપાનાં ડ્રિમ પ્રોજેકટ લાયન સફારી પાર્કમાં સુવિધાઓ વધતા ખર્ચમાં રૂ. 8 કરોડનો વધારો, એજન્સીએ વધુ 6 મહિનાની મુદ્દત માંગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment