Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટવાસીઓને સિંહદર્શન માટે રાહ જોવી પડશે:મનપાનાં ડ્રિમ પ્રોજેકટ લાયન સફારી પાર્કમાં સુવિધાઓ વધતા ખર્ચમાં રૂ. 8 કરોડનો વધારો, એજન્સીએ વધુ 6 મહિનાની મુદ્દત માંગી

    1 day ago

    રંગીલા રાજકોટમાં સાસણની જેમ સિંહદર્શન થઈ શકે તે માટે મનપા દ્વારા પ્રદ્યુમ્ન પાર્ક નજીક લાયન સફારી પાર્ક નામના ડ્રિમ પ્રોજેકટનું કામ ચાલી રહ્યું છે. તા. 31 જુલાઈનાં રોજ આ પ્રોજેકટની મુદ્દત પૂર્ણ થનાર છે. જો કે લાયન સફારી પાર્કમાં સુવિધાઓ વધતા ખર્ચમાં રૂ. 8 કરોડનો વધારો થાય તેમ છે. જેને લઈ સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી સહિત વધારાની કામગીરી માટે એજન્સીએ વધુ 6 મહિનાની મુદ્દત માંગી છે. અગાઉ સાતમ-આઠમનાં તહેવારોમાં પાર્ક ખુલવાની શક્યતા હતી. જોકે હવે મુદ્દત વધારો માંગવામાં આવતા રાજકોટવાસીઓને સિંહદર્શન માટે હજુ રાહ જોવી પડશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવતા મોટા પ્રોજેક્ટ્સ સમયસર પૂર્ણ થતા નથી, અને આ સિલસિલો મનપાના ડ્રીમ પ્રોજેક્ટ સમાન ‘લાયન સફારી પાર્ક’માં પણ યથાવત રહ્યો છે. આ પ્રોજેક્ટ આગામી 31 જુલાઈ સુધીમાં પૂર્ણ કરવાની સમયમર્યાદા નક્કી કરાઈ હતી. જોકે, વર્તમાન પરિસ્થિતિ જોતાં આ નિર્ધારિત સમયમાં કામ પૂરું થાય તેમ ન હોવાથી એજન્સીને વધુ 6 મહિનાનો સમય વધારો આપવો પડશે. આ વિલંબને કારણે હવે આ પાર્ક આવતા વર્ષે જ તૈયાર થાય તેવી પૂરેપૂરી સંભાવના છે. દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં મનપાનાં ઇજનેર અને પ્રોજેકટનાં ઇન્ચાર્જ અજય વેગડે જણાવ્યું હતું કે, શરૂઆતના પ્લાનિંગ મુજબ અગાઉ 20000 ચોરસફૂટ જગ્યામાં એન્ટ્રન્સ પ્લાઝા બનાવવાનું નક્કી થયું હતું. આ આયોજન હેઠળ ફૂડ કોર્ટ, ગજેબો, આકર્ષક એન્ટ્રી ગેટ અને ટિકિટિંગ કાઉન્ટર સહિતની પાયાની સુવિધાઓ ઊભી કરવાની વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ જ્યારે પ્રોજેક્ટ સાઈટ પર પ્રત્યક્ષ ડિ-માર્કેશન કરવામાં આવ્યું, ત્યારે વાસ્તવિક જગ્યા 20000 ચોરસફૂટને બદલે 30000 ચોરસફૂટ જેટલી નીકળી હતી. જગ્યામાં થયેલા આ વધારાને કારણે મનપા પ્રશાસન દ્વારા હવે આ સંપૂર્ણ વિશાળ જગ્યા પર નાગરિક સુવિધાઓ વધારવાનો નિર્ણય લેવાયો છે. નવી યોજના મુજબ હવે અહીં ફૂડ કોર્ટ મોટું બનાવવામાં આવશે તેમજ મુલાકાતીઓ માટે ટોયલેટ બ્લોક્સ અને બેસવા માટેના ગજેબોની સંખ્યા પણ વધારી દેવામાં આવશે. આ સાથે જ સફારી પાર્કની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે પણ અંદાજે સાતેક પ્રકારની વધારાની આધુનિક સુવિધાઓનો ઉમેરો કરવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ જ્યારે મનપા દ્વારા હાથ પર લેવામાં આવ્યો હતો, ત્યારે તેનો ખર્ચ રૂ. 35 કરોડ આંકવામાં આવ્યો હતો. પરંતુ વધારાની સાત જેટલી સુવિધાઓ અને જગ્યાનું વિસ્તરણ થવાના કારણે પ્રોજેક્ટનો કુલ ખર્ચ હવે વધીને રૂ. 43 કરોડ સુધી પહોંચી ગયો છે. આમ, પ્રોજેક્ટના મૂળ બજેટમાં એકાએક રૂ. 8 કરોડનો મોટો વધારો નોંધાયો છે, જેના લીધે આગળની વહીવટી પ્રક્રિયાઓ માટે સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મેળવવી અનિવાર્ય બની ગઈ છે. જેને લઈને ખર્ચ વધારા માટેની દરખાસ્ત કમિશ્નરને મોકલવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આગામી સમયમાં મ્યુ. કમિશનર દ્વારા રૂ. 8 કરોડનાં ખર્ચ વધારાની દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મુકવામાં આવશે. ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટી જો વધારાનો ખર્ચ મંજુર કરશે તો કામગીરી આગળ વધશે. આ મંજૂરીની પ્રક્રિયા બાકી હોવાના કારણે હાલ પૂરતી સફારી પાર્કની કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલી રહી છે. કમિશનર કક્ષાએથી દરખાસ્ત રવાના થયા બાદ જ સ્ટેન્ડિંગ કમિટી આ વધારાના ખર્ચને મંજૂરી આપવી કે નહીં તે અંગેનો આખરી નિર્ણય લેશે. આમ મનપા દ્વારા એજન્સીને 6 મહિનાનો મુદત વધારો આપવાની તૈયારી વચ્ચે હવે રાજકોટવાસીઓએ લાયન સફારી પાર્કની મજા માણવા માટે આવતા વર્ષ સુધી રાહ જોવી પડશે.
    Click here to Read More
    Previous Article
    અડાલજમાં ભગવાનની ભવ્ય રથયાત્રા નીકળી:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી જગન્નાથજીની પંચમ રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું
    Next Article
    અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફરના બુરખામાંથી 34 લાખનું સોનુ ઝડપાયું:233 ગ્રામના 24 કેરેટ સોનાના બે 'ટીટી બાર' જપ્ત કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment