Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાલાલામાં પશુ ચરાવતા યુવક વીજળી પડી, ઘટનાસ્થળે જ મોત:જૂનાગઢ અને ગોંડલમાં મેઘરાજાની તોફાની બેટિંગ, સાંજે 6 વાગ્યા સુધી 20 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

    15 hours ago

    આજે 20 સપ્ટેમ્બરે સવારથી બપોર સુધી મેઘરાજાએ અમરેલી અને ગીર સોમનાથમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. ઉના, તાલાલા, લાઠી સહિતના તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે બપોર બાદ અમદાવાદ અને સુરત શહેરના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદની વરસ્યો હતો છે. જ્યારે સાંજે છ વાગ્યા સુધી રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર સહિત 20 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તો બાકીના જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દેશમાંથી ચોમાસાની સત્તાવાર વિદાયની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જે અંતર્ગત રામગઢ, મોહનગઢ અને ફ્લોદી જેવા વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. હવામાન વિભાગ અનુસાર, આગામી 2થી 3 દિવસમાં રાજસ્થાન, ગુજરાત તેમજ પંજાબના કેટલાંક ભાગોમાંથી પણ ચોમાસું વિદાય લેશે. આજની તારીખે રાજ્યમાં સરેરાશ સામે 8 ટકા અને સૌરાષ્ટ્ર કચ્છમાં 22 ટકા વરસાદની ઘટ છે. રાજ્યમાં સિઝનનો સરેરાશ 88 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે આજે (20 સપ્ટેમ્બર) ચોમાસાની વિદાયની માહિતી હવામાન વિભાગે જાહેર કરી છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાંથી આગામી ત્રણ ચાર દિવસમાં ચોમાસાની વિદાય થવાની શક્યતા છે. અમરેલીના લાઠી શહેર-ગ્રામ્યમાં ભારે પવન સાથે વરસાદ અમરેલી જિલ્લામા લાઠી શહેર સહિત સમગ્ર પંથકમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. લાઠી ઉપરાંત દામનગર, ઠાંસા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સતત બીજા દિવસે વરસાદ નોંધાયો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં દોઢ ઇંચથી વધુ વરસાદ ખાબકતા રોડ રસ્તાઓ પર વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી હતી. ચોમાસાના અંતિમ તબક્કામાં વરસી રહેલા આ વરસાદથી ખેડૂતોને રાહત મળી છે. ખેતરોમાં ઉભેલા પાક માટે વરસાદ ફાયદાકારક સાબિત થવાની આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. ખાસ કરીને અગાઉ વરસાદના વિરામને કારણે પાકને પાણીની જરૂરિયાત ઊભી થઈ હતી, ત્યારે સતત બીજા દિવસે પડેલા વરસાદથી પાકને જરૂરી ભેજ મળી રહે તેવી સ્થિતિ સર્જાઈ છે. સૌરાષ્ટ્રમાં આગામી 5 દિવસ સુધી સામાન્ય વરસાદની શકયતા હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ કહ્યું હતું કે, 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર કચ્છમાં અમરેલીમાં 30MM વરસાદ નોંધાયો છે. પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશા તરફ અત્યારે એક લો પ્રેશર સક્રિય છે. જે 21 તારીખે આગળ વધશે અને ડિપ્રેશનમાં કન્વર્ટ થઈ જશે. 22 તારીખે ડીપ ડિપ્રેશન બનવાની સંભાવના છે. સપ્ટેમ્બરમાં 33% વધારે વરસાદ નોંધાયો ‘રાજ્યમાં 7 દિવસ અને સૌરાષ્ટ્રમાં આગામી 5 દિવસ સુધી સામાન્ય વરસાદ રહેવાની સંભાવના છે. આગામી 7 દિવસ સુધી કોઈપણ પ્રકારની ભારે વરસાદની આગાહી નથી. રાજ્યભરમાં થન્ડર સ્ટ્રોંગ એક્ટીવિટી જોવા મળી શકે છે. રાજ્યમાં સપ્ટેમ્બરમાં 33% વધારે વરસાદ નોંધાયો છે. માછીમારો માટે અત્યારે કોઈ પણ પ્રકારની વોર્નિંગ નથી. રાજ્યમાં ઉત્તરથી ઉત્તરપૂર્વીય પવન ફૂંકાઈ રહ્યો છે. રાજ્યમાં આજની તારીખે 8 ટકા વરસાદની ઘટ વર્તાઈ રહી છે. જ્યારે સૌરાષ્ટ્ર ઝોનની વાત કરીએ તો અહીં તો 22 ટકા વરસાદની ઘટ છે.
    Click here to Read More
    Previous Article
    ઇમરાનની બહેનની લાહોરથી ધરપકડ:પૂર્વ વડાપ્રધાનની મુક્તિ માટે પ્રદર્શનની તૈયારી કરી રહી હતી, ઇમરાન ઓગસ્ટ 2023થી જેલમાં છે
    Next Article
    ઉમરગામમાં યુવકે જાહેરમાં ગળે ચાકુ ફેરવ્યું:8 ટકા વરસાદની ઘટ વચ્ચે ચોમાસાની વિદાયના સમાચાર, સુરતમાં આગની બે ઘટના, ભાજપના નેતા સામે 6 વર્ષે દુષ્કર્મની ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment