Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા:ઢોલના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા; થોડીવારમાં ભગવાન નગરચર્યાએ નીકળશે

    1 day ago

    પાટણના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરે અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રની પરંપરાગત રથયાત્રાનું આયોજન કરાયું છે. રથયાત્રાના પ્રસ્થાન પૂર્વે વહેલી સવારે ભગવાનની વિશેષ પૂજા-વિધિ, પરંપરાગત પહીંદ વિધિ અને દિવ્ય મંગળા આરતી યોજાઈ હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. વર્ષોની પરંપરા અનુસાર, અષાઢી બીજની શુભ પ્રભાતે જગન્નાથ મંદિરમાં ધાર્મિક વિધિઓનો પ્રારંભ થયો હતો. ભગવાન જગન્નાથ તેમના પરિવાર સાથે રજવાડી ઠાઠ અને જરીવાળા ઝરકસી વાઘામાં સજ્જ થઈ ભક્તોને દર્શન આપવા તૈયાર થયા. રથયાત્રા પહેલાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રની શાસ્ત્રોક્ત પદ્ધતિથી પહીંદ વિધિ સંપન્ન કરાઈ. ત્યાર બાદ ભગવાનને કોળા ગાવર, શાક, ખીચડી અને મિસરીનો અન્નકૂટ ભોગ ધરાવાયો. આ પ્રસંગે શામળિયા પરિવારની દિવ્ય મંગળા આરતી ઉતારવામાં આવી હતી. મંદિર પરિસરમાં ઉપસ્થિત હજારો શ્રદ્ધાળુઓએ ‘જય રણછોડ, માખણ ચોર’ના ગગનભેદી નાદ સાથે મંગળા આરતીના દર્શન કર્યા હતા. મહાઉત્સવને પગલે વહેલી સવારથી જ શામળિયાના દર્શન માટે ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો, જેના કારણે સમગ્ર મંદિર પરિસરમાં શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાનો માહોલ છવાયો. રથયાત્રાની તસવીરો
    Click here to Read More
    Previous Article
    હાય રે...કળીયુગ, મોરબીમાં ગાય સાથે દુષ્કર્મનો પ્રયાસ:પરપ્રાંતિય શખ્સની કરતૂત કેમેરામાં કેદ, વીડિયો સામે આવતા જ લોકોમાં રોષ, આરોપી સામે ગુનો નોંધાયો
    Next Article
    અડાલજમાં ભગવાનની ભવ્ય રથયાત્રા નીકળી:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી જગન્નાથજીની પંચમ રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment