Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાય રે...કળીયુગ, મોરબીમાં ગાય સાથે દુષ્કર્મનો પ્રયાસ:પરપ્રાંતિય શખ્સની કરતૂત કેમેરામાં કેદ, વીડિયો સામે આવતા જ લોકોમાં રોષ, આરોપી સામે ગુનો નોંધાયો

    1 day ago

    મોરબી-હળવદ હાઈવે રોડ પર એક અત્યંત શરમજનક અને અરેરાટીભરી ઘટના સામે આવી છે. ઊંચી માંડલ ગામ નજીક આવેલી એક હોટલ પાસે જાહેરમાં ગાય સાથે એક પરપ્રાંતિય શખ્સે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. જે મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. હિન્દુ સંગઠનના આગેવાનની સતર્કતા અને ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જાહેરમાં ગાય સાથે દુષ્કર્મનો પ્રયાસ આ ઘટના મોરબી-હળવદ હાઈવે રોડ પર આવેલી બાપાસીતારામ હોટલ નજીક ખુલ્લી જગ્યામાં બની હતી. ગત 14 જુલાઈના રોજ બપોરના આશરે પોણા ત્રણ વાગ્યાના સુમારે રાજસ્થાનના નાંદેશમાના કૈલાશ દોલારામ ગામેતી નામના શખ્સે ગાય સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. સ્થાનિકોએ આરોપીની હરકતનો વીડિયો ઉતારી લીધો આ શખ્સ ગાય સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, તે સમયે જ કેટલાક સ્થાનિકો આરોપીની હરકતને જોઈ ગયા હતા અને તેનો વીડિયો ઉતારી લીધો હતો. મૂંગા પશુ સાથે આ પ્રકારનું નિકૃષ્ટ કૃત્ય થતું જોઈને લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. હિન્દુ સંગઠનના આગેવાન દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે, પોલીસે બીએનએસ (ભારતીય ન્યાય સંહિતા) અને ગુજરાત પશુ ક્રૂરતા અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. 'બેસ્ટીયાલીટી' એક ગંભીર માનસિક બીમારી મનોચિકિત્સકોના મતે, પશુઓ સાથે આ પ્રકારની હરકત કરવાની આવી વિકૃતિને 'બેસ્ટીયાલીટી' કહેવામાં આવે છે. આ એક પ્રકારની ગંભીર માનસિક બીમારી છે, જેમાં વ્યક્તિ માનસિક રીતે મેચ્યોર હોતી નથી અને તેની હવસ સંતોષવા માટે પશુઓનો સહારો લે છે. કાયદાકીય રીતે આ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય ગણાય છે, જેમાં લાંબી કેદની સજાની જોગવાઈ છે. દિયોદરના ભેસાણમાં વાછરડી સાથે અશ્લીલ કૃત્ય આજથી બે મહિના પહેલા વાવ-થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના ભેસાણા ગામે એક વાછરડી સાથે અશ્લીલ કૃત્ય આચરવાનો શરમજનક મામલો સામે આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ દિયોદર પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી અને મુખ્ય આરોપી સહિત બે શખસોને ઝડપી લીધા હતા. આ નિંદનીય ઘટના ભેસાણા ગામની સીમમાં બની હતી. વાછરડી સાથે જાહેરમાં અશ્લીલ કૃત્ય કરતો વીડિયો ઇન્ટરનેટ પર પ્રસારિત થતાં જ સ્થાનિક રહિશોમાં ભારે રોષ અને ગુસ્સો જોવા મળ્યો હતો. (સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહિં ક્લિક કરો) અડાજણમાં તબેલામાં ગાયના પગ બાંધીને શખ્સે કુકર્મ આચર્યું આજથી 7 મહિના પહેલા સુરતના અડાજણ વિસ્તારમાં પણ આવો શર્મજનક કિસ્સો બન્યો હતો. જ્યાં એક તબેલામાં ઘૂસીને ગાય સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા બિહારના 25 વર્ષીય યુવકને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો. ગાયના પાછળના પગ બાંધીને કુકર્મ કરી રહેલા આ નરાધમને તબેલાના માલિકે જોઈ જતાં, આરોપી ભાગ્યો હતો પરંતુ પોલીસે પીછો કરીને તેને દબોચી લીધો હતો. (સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહિં ક્લિક કરો)
    Click here to Read More
    Previous Article
    આજે 31 તાલુકામાં વરસાદ, સૌથી વધુ સુરતના કામરેજમાં 2 ઇંચ:અમરેલી, ગીર સોમનાથ, નવસારીમાં અષાઢી માહોલ; અમદાવાદમાં થન્ડરસ્ટોર્મ અને તેજ પવનની આગાહી
    Next Article
    પાટણમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા:ઢોલના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા; થોડીવારમાં ભગવાન નગરચર્યાએ નીકળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment