Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં મચ્છુ માતાજીના પ્રાગટ્ય દિવસની રથયાત્રા:અષાઢી બીજે રબારી-ભરવાડ સમાજના હજારો લોકો જોડાયા, રાસ ગરબાની રમઝટ જામી

    12 hours ago

    મોરબીમાં અષાઢી બીજના પવિત્ર દિવસે મચ્છુ માતાજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રથયાત્રામાં હજારોની સંખ્યામાં રબારી અને ભરવાડ સમાજના લોકો ઉત્સાહભેર જોડાયા હતા. મોરબી જિલ્લાના તેમજ અન્ય જિલ્લાઓમાંથી પણ ભરવાડ અને રબારી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. રાજકીય અને સામાજિક આગેવાનો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. શહેરના મુખ્ય માર્ગો પર રથયાત્રાનું ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું, જેના કારણે માનવ મહેરામણ ઉમટી પડ્યું હોય તેવો માહોલ સર્જાયો હતો. રથયાત્રા દરમિયાન યુવક-યુવતીઓ સહિતના લોકોએ રસ ગરબા અને હુડો રાસની જમાવટ કરી હતી. મચ્છુ માતાજીના મંદિરથી શરૂ થયેલી આ રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરીને મચ્છુ માતાજીના કોઠે પહોંચીને સંપન્ન થઈ હતી. ભરવાડ સમાજના આગેવાન ગોકળભાઈ ભરવાડે જણાવ્યું હતું કે, એવી માન્યતા છે કે મોરબીના ગઢની દીવાલ ટકતી ન હતી, ત્યારે પુનિયા મામાએ પોતાનું માથું અર્પણ કર્યું હતું. ત્યારથી પુનિયા મામા અને મચ્છુ માતાજી વચ્ચે મામા-ભાણેજનો સંબંધ સ્થાપિત થયો છે. રથયાત્રામાં જોડાયેલા હજારો ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં ધારાસભ્યએ શુભ ટેનામેન્ટમાં વૃક્ષારોપણ કર્યું:'એક પેડ મા કે નામ' અભિયાન હેઠળ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ
    Next Article
    ડાયમંડ કિંગ ધીરૂ રામાણી માલીમાં ગુમ, 3 ભારતીયના અપહરણની શંકા:અલકાયદા સાથે સંકળાયેલા કટ્ટરપંથીઓએ 100 કરોડની ખંડણી માગી, પરિવારને વીડિયો કોલથી જીવતા હોવાના પુરાવા આપ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment