Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં ધારાસભ્યએ શુભ ટેનામેન્ટમાં વૃક્ષારોપણ કર્યું:'એક પેડ મા કે નામ' અભિયાન હેઠળ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ

    11 hours ago

    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'એક પેડ માં કે નામ' અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના 'હરિયાળું ગુજરાત' અભિયાન અંતર્ગત હિંમતનગરના શુભ ટેનામેન્ટ સોસાયટીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાએ શુભ ટેનામેન્ટ સોસાયટીના કોમન પ્લોટમાં વૃક્ષારોપણ કર્યું હતું. તેમણે પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાનો સંદેશ આપ્યો હતો. આ કાર્યક્રમમાં નગરપાલિકાના કોર્પોરેટર કલ્પિતભાઈ દવે, નટુભાઈ ઓઝા, વર્ષાબેન મિસ્ત્રી, સોસાયટીના પ્રમુખ વિક્રમસિંહ સોનગરા, ઉપપ્રમુખ સુરેશભાઈ પ્રજાપતિ, મંત્રી હિરેનભાઈ પ્રજાપતિ અને ખજાનચી નંદલાલ પટેલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, સોસાયટીના સભ્યો અને સ્થાનિક રહેવાસીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સૌએ વધુમાં વધુ વૃક્ષો વાવી તેમની જાળવણી કરવાનો સંકલ્પ લીધો હતો. આ કાર્યક્રમ દ્વારા હરિયાળું, સ્વચ્છ અને પર્યાવરણમૈત્રી ગુજરાતના નિર્માણમાં સહભાગી બનવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં અધિકારીઓની જાસૂસી, બેની અટકાયત:વોટ્સએપ ગ્રુપથી રેકી કરી ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ
    Next Article
    મોરબીમાં મચ્છુ માતાજીના પ્રાગટ્ય દિવસની રથયાત્રા:અષાઢી બીજે રબારી-ભરવાડ સમાજના હજારો લોકો જોડાયા, રાસ ગરબાની રમઝટ જામી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment