Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં અધિકારીઓની જાસૂસી, બેની અટકાયત:વોટ્સએપ ગ્રુપથી રેકી કરી ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ

    10 hours ago

    બોટાદમાં ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ સહિત નાયબ કલેક્ટર, મામલતદાર અને આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટરની જાસૂસી કરવા બદલ સાત શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આ કેસમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ વોટ્સએપ ગ્રુપ દ્વારા અધિકારીઓની રેકી કરીને તેમની ફરજમાં રૂકાવટ કરતા હતા. પાળીયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, આ ઘટના ગત 14 જુલાઈના રોજ બની હતી. બોટાદ ખાતે મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી ભરતકુમાર એમ. જાલોંધરા (ઉંમર 38) સરકારી વાહન (બોલેરો GJ-18-GC-0952)માં ચામુંડા હોટેલથી અણીયાળી કાઠી રોડ પાસે કોટન જીન નજીક ચેકિંગ કામગીરી કરી રહ્યા હતા. આશરે 11:30 વાગ્યાના સુમારે, એક શખ્સ સ્પ્લેન્ડર બાઇક (GJ-33-J-8888) પર અને અન્ય એક શખ્સ હ્યુન્ડાઈ એસેન્ટ કાર (GJ-34-B-2687)માં તેમનો પીછો કરતા જોવા મળ્યા હતા. અધિકારીઓને શંકા ગઈ કે આ શખ્સો તેમના લોકેશન વોટ્સએપ ગ્રુપ મારફતે અન્ય શખ્સોને શેર કરી રહ્યા છે. તેમને અટકાવીને તપાસ કરતા, સ્પ્લેન્ડર બાઇક પર સવાર શખ્સે પોતાનું નામ અરમાન મહેબુબભાઈ ગોદાણી (મીર) જણાવ્યું હતું. તેણે શંકા જતા પોતાનો મોબાઈલ ફોન પછાડીને તોડી નાખ્યો હતો. હ્યુન્ડાઈ કારમાં સવાર અન્ય શખ્સની પૂછપરછ કરતા તેના ફોનમાં વોટ્સએપ એપ્લિકેશનમાં વિવિધ ગ્રુપો જોવા મળ્યા હતા. આ ગ્રુપોમાં અધિકારીઓ અને તેમના વાહનોના લોકેશન, નંબર, તેમાં બેઠેલા કર્મચારીઓની સંખ્યા, અને તેઓ કયા રસ્તે કયા સ્થળે જાય છે તેની તમામ માહિતી શેર કરવામાં આવતી હતી. આ માહિતી ખનિજ ચોરી સાથે સંકળાયેલા શખ્સોને મદદ કરવા માટે ઉપયોગમાં લેવાતી હતી. તપાસમાં સામે આવ્યું છે કે આ કામ માટે ગ્રુપમાં એડ થવા માટે એક નંબર દીઠ દર મહિને રૂ. 1000થી રૂ. 1500 સુધીની વસૂલાત કરવામાં આવતી હતી. પોલીસે આ મામલે હરેશભાઈ રૂડાભાઈ ખાંભલીયા સહિત પાંચ જેટલા કાર્યરત ગ્રુપોની પણ તપાસ હાથ ધરી છે. અરમાન મહેબુબભાઈ ગોદાણી (મીર),દિપક જગાભાઈ મકવાણા, ભરત ઉર્ફે બીટ્ટુ ખોડીદાસ ભાઇ રજોડીયા, રહે, બોટાદ,બળવંત માલાભાઇ ડાંગર, રહે, લાખણકા તાલુકો ગઢડા,વિશાલ સરદારભાઈ રાઠોડ,સરદારજી દલાજીભાઇ રાઠોડ રહે, બોટાદ વાળા વિરુદ્ધ પાળીયાદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી ધોરણસરની કાર્ય વાહી હાથ ધરેલ છે.
    Click here to Read More
    Previous Article
    પ્રચાર માટે નીકળેલા ભાજપના ઉમેદવારને સ્થાનિકોએ ભીંસમાં લીધા:માંજલપુર વિધાનસભાના મતદારોએ ઘેર્યા, કહ્યું- સોસાયટી બહાર સફાઈ કરવા કોઈ નથી આવતું
    Next Article
    હિંમતનગરમાં ધારાસભ્યએ શુભ ટેનામેન્ટમાં વૃક્ષારોપણ કર્યું:'એક પેડ મા કે નામ' અભિયાન હેઠળ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment