Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રચાર માટે નીકળેલા ભાજપના ઉમેદવારને સ્થાનિકોએ ભીંસમાં લીધા:માંજલપુર વિધાનસભાના મતદારોએ ઘેર્યા, કહ્યું- સોસાયટી બહાર સફાઈ કરવા કોઈ નથી આવતું

    21 hours ago

    વડોદરા શહેરની હાઈપ્રોફાઈલ ગણાતી માંજલપુર વિધાનસભા બેઠકની આગામી 30મી જુલાઈના રોજ યોજાનારી પેટા ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર અભિયાન વેગવાન બનાવવામાં આવ્યું છે. આ ચૂંટણી પ્રચારના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર ઉમેદવાર સતીશ પટેલ જ્યારે પોતાના કાર્યકરો સાથે મતદારોને રીઝવવા માટે માંજલપુર વિસ્તારમાં પહોંચ્યા ત્યારે રહીશોએ પોતાના પ્રશ્નોની રજૂઆત કરી પરંતુ, પૂર્વ સ્થાયી ચેરમેન અને ભાજપના ઉમેદવારે મતદારોને સાફ કહ્યું કે તેના માટે કોર્પોરેશન જવાબદાર નથી. મોદીના નામે મત મેળવી કોઈ આવતું નથી માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી માટેના નાઈટ વોચમેન તરીકે મુકાયેલા ભાજપના ઉમેદવાર સતીશ પટેલ આ વિસ્તારમાં આવેલા સનસિટી સર્કલ નજીકની અક્ષર વિલા સોસાયટી ખાતે પહોંચ્યા હતા ત્યારે તેમને સ્થાનિક રહીશોના ભારે આક્રોશ અને કડવા અનુભવનો સામનો કરવો પડ્યો હતો. સોસાયટીમાં પગ મૂકતાની સાથે જ એકત્રિત થયેલા સ્થાનિક નાગરિકો અને મહિલાઓએ ઉમેદવારને ઘેરી લીધા હતા અને વર્ષોથી વણઉકેલાયેલી સમસ્યાઓ અંગે આકરા સવાલો પૂછીને ઉગ્ર રજૂઆતો કરવાનું શરૂ કર્યું હતું. રહીશોએ પોતાની સોસાયટીની બહાર સફાઈ ન થતી હોવા અંગેની રજૂઆત કરી હતી. એક યુવાને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, મોદીના નામે મત મેળવ્યા પછી કોઈ આવતું નથી. ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જતા મુશ્કેલી અક્ષર વિલા સોસાયટી અને તેની આસપાસના વિસ્તારના રહીશોના જણાવ્યા અનુસાર સનસિટી સર્કલ આસપાસના રહેણાંક વિસ્તારોમાં છેલ્લા ત્રણ વર્ષથી ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાઈ જવાની અત્યંત ગંભીર સમસ્યા પ્રવર્તી રહી છે. સામાન્ય વરસાદમાં પણ સમગ્ર સોસાયટી અને મુખ્ય રસ્તાઓ ઉપર પાણી ફરી વળે છે, જેના કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓ, ખાસ કરીને વૃદ્ધો અને બાળકોની અવરજવર બિલકુલ ઠપ થઈ જાય છે અને લોકો ઘરમાં કેદ થવા મજબૂર બને છે. આ ઉપરાંત વિસ્તારમાં આવેલી ડ્રેનેજ લાઈનો વારંવાર ચોકઅપ થઈ જતી હોવાથી ગટરના ગંદા પાણી રસ્તા પર અને ક્યારેક લોકોના આંગણા સુધી ફરી વળે છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓ દ્વારા આ વિસ્તારમાં નિયમિત સફાઈ કરવામાં આવતી નથી, જેના કારણે ઠેર-ઠેર કચરાના ઢગલા અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું રહે છે. અનેક રજૂઆતો કરી પણ કોર્પોરેટર ફરકતા જ નથી સ્થાનિક મહિલાઓ અને વડીલોએ ભાજપના ઉમેદવાર સતીશ પટેલ સમક્ષ પોતાનો બળાપો કાઢતા જણાવ્યું હતું કે, ચૂંટણી ટાણે વોટ માંગવા માટે તમામ નેતાઓ સોસાયટીના પગથિયાં ઘસે છે પરંતુ, ચૂંટણી પૂર્ણ થયા બાદ કોઈ લોકપ્રતિનિધિ આ વિસ્તારની મુલાકાત લેવાની કે પ્રજાની હાડમારીઓ સાંભળવાની તસ્દી સુદ્ધાં લેતું નથી. કોર્પોરેશનમાં અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્રના બહેરા કાને અથડાઈને પ્રજાની બૂમો પાછી ફરે છે અને આજ દિન સુધી આ પ્રશ્નોનું કોઈ કાયમી નિવારણ લાવવામાં આવ્યું નથી. નેતાજીએ કહ્યું-ભાઈ વેરો તું પણ ભરે છે ને હું પણ ભરું છું, ચાલ્યા કરે મત માંગવા નીકળેલા નેતાજી સ્થાનિકોની રજૂઆતથી ક્ષણિક ગુસ્સે જણાય હોતા. તેઓએ યુવાનને કહ્યું હતું કે, સોસાયટીના આંતરિક રોડની સફાઈ કોર્પોરેશન ન કરે, જેના વળતા જવાબમાં યુવને આ પ્રશ્ન સોસાયટીના બહારના રોડનો હોવાનું જણાવ્યું હતું. જે સામે તેઓએ આ માટે કોર્પોરેશન જવાબદાર નથી તેમ કહેતા યુવાને સામનો પ્રશ્ન કર્યો હતો કે, આપણે વેરો ભરીએ છે તેનું શું તો નેતાજીએ મોઢા ઉપર ચોપડી દીધું હતું કે, વેરો તું પણ ભારે છે અને હું પણ ભરું છું. બધું ચાલ્યા કરે… નેતાજીના તેવરથી લોકોમાં છૂપો રોષ મંજલપુરના ધારાસભ્ય સ્વ. યોગેશ પટેલના ઉત્તરાધિકારી તરીકે ભાજપે સતીશ પટેલને ટિકિટ આપી છે. જોકે, તેઓને ટિકિટ મળતાની સાથે જ તેઓના તેવર જાને તેઓ ધારાસભ્ય બની ગયા હોય એવા જોવા મળી રહ્યા હોવાનું આંતરિક વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે સોસાયટીના રહીશોની રજૂઆતને સાંભળ્યા બાદ એટીટ્યુટથી જવાબ આપતા લોકોમાં પણ છૂપો રોષ જોવા મળી રહ્યો છે. અને એવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે કે, નેતાજી જીતતા પહેલા જ જો આવા તેવર બતાવતા હોય તો જીત્યા પછી શું કરશે?
    Click here to Read More
    Previous Article
    રથયાત્રામાં હાથીઓને પગ બાંધીને લાવવામાં આવ્યા:પાનકોર નાકાથી કાલુપુર તરફ જતા એમ્બ્યુલન્સ ફસાઈ, ખાડિયામાં ટ્રકની ટક્કરથી જાહેર શૌચાલય પડી ગયું; ત્રણેય રથ ખાડિયા પહોંચ્યા
    Next Article
    બોટાદમાં અધિકારીઓની જાસૂસી, બેની અટકાયત:વોટ્સએપ ગ્રુપથી રેકી કરી ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment