Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રથયાત્રામાં હાથીઓને પગ બાંધીને લાવવામાં આવ્યા:પાનકોર નાકાથી કાલુપુર તરફ જતા એમ્બ્યુલન્સ ફસાઈ, ખાડિયામાં ટ્રકની ટક્કરથી જાહેર શૌચાલય પડી ગયું; ત્રણેય રથ ખાડિયા પહોંચ્યા

    20 hours ago

    જગન્નાથપુરી બાદ દેશની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રા આજે 16 જુલાઈ ગુરૂવારના રોજ અમદાવાદમાં નીકળી છે. સવારે 4 વાગ્યે ભગવાન જગન્નાથની મંગળા આરતી થઈ, જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પરિવાર સાથે હાજર રહ્યા હતા. મંગળા આરતી કર્યા બાદ ભગવાનને વિશિષ્ટ ખીચડાનો ભોગ ધરાવાયો હતો. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને રથમાં બિરાજમાન કરાયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરાગત 'પહિંદ' વિધિ કરી રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું છે. ‘નંદીઘોષ’માં બિરાજી ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા છે. સાથે ‘દર્પદલન’માં બહેન સુભદ્રાજી અને ‘તાલધ્વજ’માં ભાઈ બલભદ્રજી પણ છે. ભગવાન ભક્તોના દ્વારે પહોંચી રહ્યા છે ત્યારે ભક્તો પણ મોટી સંખ્યામાં ભગવાનના દર્શન માટે ઉમટી પડ્યા છે. રથયાત્રા નિયત સમયથી એક કલાક મોડી ચાલી રહી છે અને ગોકળગાયની ગતિથી આગળ વધી રહી છે. હાલમાં ત્રણેય રથ ખાડિયા પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે રથયાત્રા રૂટના ભયજનક મકાનો પર લોકો હાજર જોવા મળી રહ્યા છે, જ્યારે AMCના કર્મચારીઓ આ જોખમી સ્થિતિમાં ગાયબ છે. રથયાત્રાની તસવીર
    Click here to Read More
    Previous Article
    Sonam Wangchuk Hunger Strike: वांगचुक की भूख हड़ताल का आज 19वां दिन |Abhijeet Cockroach Janata Party
    Next Article
    પ્રચાર માટે નીકળેલા ભાજપના ઉમેદવારને સ્થાનિકોએ ભીંસમાં લીધા:માંજલપુર વિધાનસભાના મતદારોએ ઘેર્યા, કહ્યું- સોસાયટી બહાર સફાઈ કરવા કોઈ નથી આવતું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment