Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડાયમંડ કિંગ ધીરૂ રામાણી માલીમાં ગુમ, 3 ભારતીયના અપહરણની શંકા:અલકાયદા સાથે સંકળાયેલા કટ્ટરપંથીઓએ 100 કરોડની ખંડણી માગી, પરિવારને વીડિયો કોલથી જીવતા હોવાના પુરાવા આપ્યાં

    15 hours ago

    સુરત સહિત સમગ્ર ગુજરાતના રત્નકલાકારો અને હીરા ઉદ્યોગ જગતને હચમચાવી મૂકે તેવા એક સમાચાર પશ્ચિમ આફ્રિકાના માલી દેશમાંથી સામે આવ્યા છે. સુરતના જાણીતા 75 વર્ષીય ગુજરાતી હીરા ઉદ્યોગપતિ ધીરૂ રામાણી ત્યાંથી રહસ્યમય રીતે ગુમ થયા છે. જોકે, પરિવારને અલકાયદા સાથે સંકળાયેલી કટ્ટરપંથી સંસ્થા દ્વારા અપહરણ કરાયાની આશંકા છે. તેમજ 100 કરોડની ખંડણી પણ માગી છે. આ ઘટના છેલ્લા ત્રણ મહિનાથી બની હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, તેમની સાથે અન્ય બે ભારતીય નાગરિકો, જેમાં એક તેમનો રસોઈયો અને એક ઇલેક્ટ્રિશિયન સામેલ છે, તેઓ પણ લાપતા છે. આ ઘટના સામે આવતા જ વિદેશમાં વેપાર કરતા સુરતના ઉદ્યોગપતિઓમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. કટ્ટરપંથી સંસ્થાનું કામ હોવાની પરિવારના સૂત્રોની આશંકા ધીરૂ રામાણી અને અન્ય બે ભારતીયો ગુમ થવા પાછળ સામાન્ય ગુનેગારો નહીં, પરંતુ કોઈ મોટી કટ્ટરપંથી સંસ્થાનો હાથ હોવાની પ્રબળ આશંકા પરિવારના સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. સુરતમાં રહેતા પરિવારના નજીકના સભ્યએ જણાવ્યું છે કે, અલકાયદા સાથે જોડાયેલા એક સ્થાનિક કટ્ટરપંથી આતંકી જૂથે ત્રણેય ભારતીયોને મુક્ત કરવાના બદલામાં રૂપિયા 100 કરોડની મસમોટી ખંડણીની માંગણી કરી છે. હીરા બજારના સૂત્રોનું કહેવું છે કે, આટલી મોટી રકમની માંગણી બાદ પરિવાર ભારે દબાણમાં છે. જો કે, સત્તાવાર તંત્ર દ્વારા હજુ આ મામલે તપાસ ચાલુ છે. ‘પરિવાર સરકારી મદદ વિના જાતે જ વાટાઘાટો કરી રહ્યો છે’ આ સમગ્ર મામલે ધીરૂ રામાણીના એક નજીકના સંબંધીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, અમારી પાસે ખંડણીની રકમ અંગે વાટાઘાટો કરવા અને ભોગ બનનારાઓને સુરક્ષિત પાછા લાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી. અમે અમારી રીતે જ આખી પરિસ્થિતિને હેન્ડલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને આમાં કોઈ સરકારી તંત્ર કે વિદેશ મંત્રાલયને સામેલ કર્યા નથી. ધીરૂભાઈ રામાણીનો પરિવાર હાલ અમેરિકામાં સ્થાયી થયેલો છે અને ત્યાંથી જ આ કટ્ટરપંથી સંગઠન સાથે સીધો સંપર્ક સાધીને કમ્યુનિકેશન કરી રહ્યો છે. વીડિયો કોલ દ્વારા આપ્યા જીવતા હોવાના પુરાવા અપહરણકર્તાઓ પણ ખૂબ જ શાતિર હોવાનું સામે આવ્યું છે. સંબંધીઓના જણાવ્યા અનુસાર, પરિવારે વેપારી સુરક્ષિત છે કે નહીં તેની ખાતરી માગી હતી, જેના પગલે તે કટ્ટરપંથીઓએ ધીરૂ રામાણી અને પરિવાર વચ્ચે વીડિયો કોલની વાત કરાવી હતી. આ વીડિયો કોલ દરમિયાન પરિવારે જોયું કે ત્રણેય ભારતીયો જીવતા અને સુરક્ષિત છે. આ પુરાવો મળ્યા બાદ અમેરિકામાં રહેતા પરિવારે કટ્ટરપંથી સંસ્થા સાથે નેગોશિયેશનની પ્રક્રિયા તેજ કરી દીધી છે, જેથી વહેલી તકે નાણાંની લેવડદેવડ કરીને ત્રણેયને મુક્ત કરાવી શકાય. ડાયમંડ મૂકીને ગોલ્ડ માઇનિંગના બિઝનેસમાં ઝંપલાવ્યું હતું ધીરૂ રામાણીનો પરિવાર પરંપરાગત રીતે વર્ષોથી સુરત અને વૈશ્વિક સ્તરે હીરાના વેપાર સાથે સંકળાયેલો છે. જો કે, થોડા વર્ષો પહેલા ધીરૂ રામાણીએ આફ્રિકાના માલી દેશમાં સોનાની ખાણકામના પ્રોજેક્ટમાં મોટું રોકાણ કર્યું હતું. તેઓ છેલ્લા બે વર્ષથી માલીમાં જ ગ્રાઉન્ડ લેવલ પર રહીને આ આખા માઇનિંગ પ્રોજેક્ટનું ઓપરેશન અને કામકાજ જાતે સંભાળી રહ્યા હતા. આ દરમિયાન જ કોઈ અજ્ઞાત લોકેશન પરથી તેઓ ગુમ થઈ ગયા હતા. તેઓ ચોક્કસ કઈ જગ્યાએથી ગુમ થયા તે વિગતો હજુ સત્તાવાર રીતે જાહેર થઈ નથી. જોખમી દેશોમાં રોકાણ કરનારા સુરતી વેપારીઓમાં ભારે ફફડાટ આ ઘટનાને પગલે સુરતના હીરા અને જ્વેલરી બજારમાં ભારે સન્નાટો અને ચિંતા વ્યાપી ગઈ છે. ખાસ કરીને એવા ઉદ્યોગપતિઓ વધારે ચિંતિત છે, જેમણે સાઉથ આફ્રિકા કે અન્ય હાઈ-રિસ્ક દેશોમાં પોતાના મેન્યુફેક્ચરિંગ યુનિટ કે માઇનિંગ પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ભારતના વિદેશ મંત્રાલય (MEA) દ્વારા એક એડવાઇઝરી પણ જારી કરવામાં આવી હતી, જેમાં માલી જેવા દેશોમાં અપહરણ અને ગુમ થવાની વધતી ઘટનાઓને પગલે ત્યાં કામ કરતા ભારતીયોને સાવધ રહેવાની ચેતવણી અપાઈ હતી. હવે તમામ વેપારીઓની નજર ધીરૂભાઈના સુરક્ષિત પાછા ફરવા પર ટકેલી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં મચ્છુ માતાજીના પ્રાગટ્ય દિવસની રથયાત્રા:અષાઢી બીજે રબારી-ભરવાડ સમાજના હજારો લોકો જોડાયા, રાસ ગરબાની રમઝટ જામી
    Next Article
    Opinion: Opinion | Why A Post By A Senior US Defence Official About 'Allies' Should Worry India

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment