Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં વરસાદનું પુનરાગમન, ખેડૂતો ચિંતિત:લાંબા વિરામ અને મજૂર અછતથી ડાંગર રોપણી ખોરવાઈ

    19 hours ago

    નવસારી શહેર અને જિલ્લામાં દસ દિવસના વિરામ બાદ વરસાદનું પુનરાગમન થયું છે. વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવતા ગરમી અને બફારાથી લોકોને આંશિક રાહત મળી છે. જોકે, વરસાદના લાંબા ખેંચાણ અને મજૂરોની અછતને કારણે ડાંગરની રોપણી ખોરવાઈ જતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. આજે સવારથી જ કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા અને શહેરમાં બે જોરદાર વરસાદી ઝાપટાં પડ્યા હતા. જોકે, ત્યારબાદ મેઘરાજાએ ફરી વિરામ લીધો હતો. આ વરસાદી માહોલને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. નવસારી શહેર ઉપરાંત જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદ નોંધાયો છે. છેલ્લા એક અઠવાડિયાથી વધુ સમયથી વરસાદ ખેંચાવાને કારણે ધરતીપુત્રો ભારે ચિંતામાં મુકાયા છે. ખરીફ સીઝનની મુખ્ય ખેતી ગણાતી ડાંગરની રોપણી અત્યારે કપરા સમયમાંથી પસરી રહી છે. વરસાદના લાંબા વિરામના કારણે ડાંગરના ધરૂ સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. આ વર્ષે ખેડૂતોને બેવડો માર પડી રહ્યો છે. એક તરફ આકાશી આફત તરીકે વરસાદ લંબાયો છે, તો બીજી તરફ ખેતરોમાં કામ કરવા માટે મજૂરોની ભારે અછત વર્તાઈ રહી છે. વરસાદના ખેંચાણ અને મજૂરો ન મળવાને કારણે ચાલુ સીઝનમાં ડાંગરની રોપણી ખૂબ જ ઓછી થવાની સંભાવના છે, જેને લઈને નવસારી જિલ્લાના ખેડૂતોની ચિંતા વધી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં ખોડિયાર માતાજીની પાલખી યાત્રા યોજાઈ:અષાઢી બીજે પાટોત્સવ નિમિત્તે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
    Next Article
    મનસ્વી ફી પર નિયંત્રણ લાવવા માગ કરાઇ‎:ખાનગી શાળાઓની અયોગ્ય ફી સામે પ્રશાસકને રજૂઆત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment