Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનસ્વી ફી પર નિયંત્રણ લાવવા માગ કરાઇ‎:ખાનગી શાળાઓની અયોગ્ય ફી સામે પ્રશાસકને રજૂઆત

    1 day ago

    દાદરા અને નગર હવેલીમાં ખાનગી શાળાઓ દ્વારા વસૂલવામાં આવતી અયોગ્ય અને મનસ્વી ફી પર નિયંત્રણ લાવવા શિવસેના પાર્ટીએ પ્રશાસકને ફી નિયમન સમિતિ (FRC) તથા શાળા-સ્તરીય ફી સમિતિઓની રચના કરવાની માંગ સાથે રજૂઆત કરી છે. પક્ષના જણાવ્યા મુજબ ટ્યુશન ફી, વાર્ષિક ફી, ડેવલપમેન્ટ ફી સહિતના વિવિધ ચાર્જમાં યોગ્ય ચકાસણી અને પારદર્શિતાના અભાવે વારંવાર વધારો થતાં વાલીઓ અને વિદ્યાર્થીઓ પર વધારાનો આર્થિક બોજ પડી રહ્યો છે. શિવસેનાએ જણાવ્યું કે શિક્ષણ એક આવશ્યક સેવા હોવાથી ખાનગી શાળાઓ દ્વારા વસૂલાતી ફી વાજબી, પારદર્શક અને સરકારની માર્ગદર્શિકા મુજબ હોવી જોઈએ. દેશના અનેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફી નિયમન સમિતિઓ અને શાળા-સ્તરીય સમિતિઓ કાર્યરત છે, જેના કારણે મનસ્વી ફી વધારાને અસરકારક રીતે અટકાવવામાં સફળતા મળી છે. શિવસેનાના પ્રદેશ પ્રમુખ સ્વેતલ ભટ્ટે દાનહમાં પણ આવી જ વ્યવસ્થા અમલમાં મૂકવાની માંગ કરી છે. તેમણે ખાનગી શાળાઓની ફી નક્કી કરવા, તેમાં સુધારા અને મંજૂરી માટે સ્પષ્ટ માર્ગદર્શિકા તૈયાર કરવાની તથા સક્ષમ અધિકારીની મંજૂરી વિના કોઈપણ શાળાને ફીમાં વધારો કરવાની મંજૂરી ન આપવા રજૂઆત કરી છે. આ વ્યવસ્થાથી વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતોનું રક્ષણ થશે તેમજ ખાનગી શાળાઓની ફી વ્યવસ્થામાં એકરૂપતા, ન્યાયસંગતતા અને પારદર્શિતા સુનિશ્ચિત થશે.
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં વરસાદનું પુનરાગમન, ખેડૂતો ચિંતિત:લાંબા વિરામ અને મજૂર અછતથી ડાંગર રોપણી ખોરવાઈ
    Next Article
    De Villiers Tells Gambhir To Warn Team India: "Bring Them Down To Earth"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment