Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં ખોડિયાર માતાજીની પાલખી યાત્રા યોજાઈ:અષાઢી બીજે પાટોત્સવ નિમિત્તે શ્રદ્ધાળુઓ ઉમટ્યા

    20 hours ago

    પાટણ શહેરના મોતીશ દરવાજા બહાર આવેલા પટેલ સમાજના કુળદેવી ખોડિયાર માતાજીના મંદિરે અષાઢી બીજના પાવન પર્વે માતાજીના પાટોત્સવ નિમિત્તે ભવ્ય પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. માતાજીના મંદિરથી વાજતે-ગાજતે પ્રસ્થાન થયેલી આ પાલખી યાત્રામાં બેન્ડવાજા અને ચાર બટુક ઘોડેસવારો જોડાયા હતા. આ શોભાયાત્રા મોતીશ દરવાજા, બળિયાપાડા, લોટેશ્વર, દોશીવટ બજાર, ત્રણ દરવાજા, રતનપોળ અને ભદ્ર વિસ્તાર સહિત શહેરના મુખ્ય માર્ગો પર ફરીને નીજ મંદિરે પરત ફરી હતી. પાલખીમાં માતાજીને પધરાવવાના યજમાન પદનો લાભ પ્રકાશભાઈ હીરાલાલ પટેલ પરિવારે લીધો હતો. જ્યારે પાલખી યાત્રામાં પાલખી ઉપાડવાના યજમાન તરીકે રમેશભાઈ ભગવાનભાઈ પટેલ અને સ્મિત દેવચંદભાઈ પટેલ પરિવારે સેવા આપી હતી. પાલખી યાત્રા નીજ મંદિરે પરત ફર્યા બાદ મંદિર પરિસરમાં ભવ્ય નવચંડી હવનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ હવનમાં મુખ્ય યજમાન પદે બેસવાનો લાભ અલકેશ મનુભાઈ પટેલ પરિવારે લીધો હતો. વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે હવન કુંડમાં આહુતિઓ અપાઈ હતી અને શ્રીફળ હોમીને હવનની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. પાટીદાર સમાજના કુળદેવીના આ ધાર્મિક મહોત્સવ અને નવચંડી હવનના દર્શનનો લાભ લેવા માટે સમગ્ર પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં મંદિર ખાતે એકત્રિત થયા હતા.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય નગરચર્યા:લોખંડી સુરક્ષા વચ્ચે 42મી રથયાત્રાનો મંગલ પ્રારંભ, સાંજે 7.30 કલાકે નિજ મંદિર પરત ફરશે
    Next Article
    નવસારીમાં વરસાદનું પુનરાગમન, ખેડૂતો ચિંતિત:લાંબા વિરામ અને મજૂર અછતથી ડાંગર રોપણી ખોરવાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment