Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચીખલી સ્વામિનારાયણ સ્કૂલમાં ઇન્વેસ્ટિચર સમારંભ યોજાયો:સાયબર ક્રાઇમ ઇન્સ્પેક્ટર ઉમંગ મોદીએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું

    16 hours ago

    ચીખલી સ્થિત શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ ગુણાતીત વિદ્યાધામ (SIGV) ખાતે બુધવાર, 15 જુલાઈ 2026 ના રોજ ઇન્વેસ્ટિચર (પદગ્રહણ) સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં નવા ચૂંટાયેલા વિદ્યાર્થી પરિષદ 2026 -27ના સભ્યોએ પદભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે નવસારી જિલ્લાના સાયબર ક્રાઇમ ઇન્સ્પેક્ટર શ્રી ઉમંગ મોદી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે પૂજ્ય ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામી, ટ્રસ્ટી નિપૂનભાઈ સુખડિયા અને આચાર્ય ભરતસિંહ ભદૌરિયા પણ હાજર રહ્યા હતા. મુખ્ય અતિથિ ઉમંગ મોદી, ટ્રસ્ટી નિપૂનભાઈ અને આચાર્ય ભરતસિંહ દ્વારા નવનિયુક્ત વિદ્યાર્થી પ્રતિનિધિઓને ખેસ પહેરાવી અને બેજ અર્પણ કરીને તેમના હોદ્દાની જવાબદારી સોંપવામાં આવી હતી. આચાર્યએ તમામ સભ્યોને કર્તવ્યપાલનના શપથ લેવડાવ્યા હતા. આ વિદ્યાર્થી પરિષદમાં માસ્ટર પૂજન પટેલને હેડ બોય અને મિસ પરી પટેલને હેડ ગર્લ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, હાઉસ કેપ્ટન, વાઇસ કેપ્ટન અને પ્રિફેક્ટોરિયલ બોર્ડના અન્ય સભ્યોએ પણ શપથ લીધા હતા. તમામ સભ્યોએ શાળાના હિત માટે નિષ્ઠા, શિસ્ત અને સમર્પણ સાથે ફરજો બજાવવાનો સંકલ્પ કર્યો હતો. મુખ્ય અતિથિ સાયબર ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર ઉમંગ મોદીએ વિદ્યાર્થીઓને સાયબર સુરક્ષા અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ઓનલાઇન સુરક્ષા વિશે જાગૃતિ ફેલાવી અને ડિજિટલ દુનિયામાં સુરક્ષિત રહેવા માટે જરૂરી સાવચેતીઓ અને ટિપ્સ આપી હતી. આચાર્ય ભરતસિંહ ભદૌરિયાએ પણ વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયાનો જવાબદારીપૂર્વક અને સાવધાનીથી ઉપયોગ કરવાની સલાહ આપી હતી. તેમણે મુખ્ય અતિથિ ઉમંગ મોદીનો કિંમતી સમય આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    રથયાત્રા રૂટના ભયજનક મકાનો પર લોકો હાજર, AMCના કર્મચારી ગાયબ:પોલીસની ધીમી કામગીરીથી ગોકળગાયની ગતિએ આગળ વધી રહી છે રથયાત્રા; 3 કલાકથી રથ મંદિરની બહાર ઊભા છે
    Next Article
    મોડાસાની કલરવ સ્કૂલમાં જગન્નાથ રથયાત્રા:800 બાળકોએ પોતાના હાથે બનાવેલા રથમાં ભગવાનને બિરાજમાન કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment