Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મકરબા રેલવે ઓવરબ્રિજની ડિઝાઇનમાં મામલે હવે AMC જાગ્યું:ખોટી ડિઝાઇન અને ટ્રાફિક સમસ્યાને લઈ કન્સલ્ટન્ટ એજન્સી ડેલ્ફને નોટિસ ફટકારી 3 દિવસમાં ખુલાસો મંગાશે

    11 hours ago

    એસજી હાઇવેથી મકરબા તરફ જતાં રેલવે ફાટક પર બનાવેલા ઓવરબ્રિજની ખોટી ડિઝાઇનના કારણે કોર્પોરેટ ચાર રસ્તા ખાતે સર્જાયેલી ભારે ટ્રાફિક સમસ્યા અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર જાગ્યું છે. મકરબા રેલવે ઓવરબ્રિજની ડિઝાઇન તૈયાર કરનાર કન્સલ્ટન્ટ એજન્સી 'ડેલ્ફ'ને મનપા દ્વારા શો-કોઝ નોટિસ ફટકારવામાં આવશે. એજન્સીએ ત્રણ દિવસમાં પોતાનો ખુલાસો રજૂ કરવાનો રહેશે. આ નોટિસમાં દંડકીય કાર્યવાહી, સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત કરવા અને AMC પર કોઈપણ વધારાનો ખર્ચ કર્યા વિના ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે નવી ડિઝાઇન રજૂ કરવા અંગે જવાબ માંગવામાં આવશે. ટ્રાફિક સર્વે અને ટેકનિકલ કારણો રજૂ કરવા આદેશ મનપા તંત્ર દ્વારા એજન્સી પાસે બ્રિજના લેન્ડિંગ સ્થળ અને જંક્શનની ભૌમિતિક રચના (junction geometry) માટે અગાઉ કરવામાં આવેલા ટ્રાફિક સર્વે તેમજ ડિઝાઇન આધારિત અહેવાલ રજૂ કરવા જણાવાયું છે. આ ઉપરાંત, વર્તમાન સમયમાં બ્રિજ ઉતરે છે ત્યાં સર્જાતી ટ્રાફિક સમસ્યા પાછળના ટેકનિકલ કારણોની વિગતવાર સમજૂતી પણ માંગવામાં આવી છે. AMC પર બોજ નાખ્યા વિના કાયમી ઉકેલ આપવો પડશે AMCને કોઈપણ આર્થિક નુકસાન પહોંચાડ્યા વિના આ સમસ્યાના તાત્કાલિક અને કાયમી નિવારણ માટે જરૂરી ડ્રોઇંગ્સ અને સુધારાત્મક નકશાઓ સાથે એજન્સીએ પોતાનો ટેકનિકલ અભિપ્રાય આપવાનો રહેશે. જો એજન્સી ત્રણ દિવસમાં સંતોષકારક જવાબ નહીં આપે તો દંડ અને ક્ષતિ-નિવારણનો સંપૂર્ણ ખર્ચ એજન્સી પાસેથી વસૂલવા સહિતના કડક પગલાં લેવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    હીરાના વિવિધ કટ્સનું ઇન્ટિરિયર, બોગીમાં બેસતાં હીરાનગરીનો અહેસાસ થશે:ડાયમંડ કટ્સ આધારિત થીમેટિક ઇન્ટિરિયર સાથે દેશની અનોખી મેટ્રો; પહેલીવાર બન્યા 110 ફૂટ ઊંડા 2 ‘સ્ટેક્ડ સ્ટેશન’, થર્ડ રેલ સિસ્ટમથી વાવાઝોડામાં પણ મેટ્રો નહીં અટકે
    Next Article
    યુવતીએ બાળકને ખાટલામાંથી ઉઠાવ્યો, એજન્ટ સાથે 10 લાખમાં સોદ્દો, CCTV:1 મહિનાના બોયની જ ચોરી કરવાનો ટાર્ગેટ રાખતા, બાળ તસ્કરી રેકેટમાં અમદાવાદી યુવતી, બે સગીર સહિત યુપીના શખસની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment