Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુવતીએ બાળકને ખાટલામાંથી ઉઠાવ્યો, એજન્ટ સાથે 10 લાખમાં સોદ્દો, CCTV:1 મહિનાના બોયની જ ચોરી કરવાનો ટાર્ગેટ રાખતા, બાળ તસ્કરી રેકેટમાં અમદાવાદી યુવતી, બે સગીર સહિત યુપીના શખસની ધરપકડ

    10 hours ago

    અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાંથી 2 ઓક્ટોબરે ચોરી થયેલું શ્રમજીવી પરિવારનું બાળક 38 કલાકે પરિવારને પરત મળ્યું હતું. આ બાળકને ઉઠાવી જનાર યુવતી, બે સગીર અને યુપીના એક આરોપીની ક્રાઈમ બ્રાન્ચે બાળ તસ્કરી રેકેટમાં ધરપકડ કરી છે. આરોપીઓએ 10 લાખમાં એજન્ટને બાળક આપવાનું નક્કી કર્યું હતું. બાળકને યુપીમાં નિઃસંતાન દંપતીને વેચવાનું હતું. આરોપીઓએ આ બાળકને ઉઠાવ્યા પહેલાં સોલા સિવિલમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો, જેમાં બાળકી નીકળતા ચોરી માંડી વાળી હતી જે બાદ રાણીપમાંથી બોયને ઉઠાવી લીધો હતો. આ ટોળકી 1 મહિનાના બોયની ચોરી કરવાનો જ ટાર્ગેટ રાખતા હતાં. એક્ટિવા પર આવેલી યુવતીએ બાળકને ખાટલામાંથી ઉઠાવ્યો હતો 2 ઓક્ટોબરે સવારે 2 વાગે અહુલવાડિયા તળાવ પાસે ફૂટપાથ સુતા દંપતીનું 37 દિવસનું બાળક અજાણી વ્યક્તિ ખાટલામાંથી ઉઠાવીને લઈ ગયું હતું. દંપતી સવારે 3:15 વાગે ઊઠતા બાળક ચોરી થયાની જાણ થઈ હતી, જેથી પોલીસને જાણ કરવામાં આવી હતી. સાબરમતી પોલીસ સ્ટેશનની ટીમ સ્થળ પર પહોંચી હતી. ઉચ્ચ અધિકારીને જાણ થતા આ કેસમાં સાબરમતી પોલીસ,ક્રાઈમ બ્રાન્ચનું 6 ટીમ,ઝોન 2 એલસીબી, ઝોન 3 એલસીબી સહિત 100 જેટલા અધિકારી કર્મચારી તપાસમાં જોડાયા હતા. સીસીટીવી ફૂટેજના આધારે યુવતીની રાણીપમાંથી ધરપકડ કરાઈ રાતોરાત રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર ચેકીંગ હાથ ધરી નાકાબંધી કરી હતી. 3 ઓક્ટોબરે સાંજે 4 વાગે આ બાળક તળાવ પાસેથી જ મળી આવ્યું હતું. પોલીસને અજાણ્યા વ્યક્તિએ બાળક અંગે જાણ કરતા ટીમ સ્થળ પર પહોંચી હતી, જેથી પોલીસે બાળકને માતા પિતાને બતાવ્યું હતું જે બાદ બાળક સોંપવામાં આવ્યું હતું. ત્યારબાદ એક એક્ટિવા પર આવેલી યુવતીએ બાળકને ઉઠાવ્યો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા, જેના આધારે પોલીસે યુવતીની તપાસ હાથ ધરી હતી, ત્યારે ચોરી કરનાર યુવતી જીનલ પરમાર રાણીપમાંથી જ મળી આવી હતી. પોલીસે જીનલની ધરપકડ કર્યા બાદ પૂછપરછ હાથ ધરી હતી. બાળ તસ્કરી રેકેટનો ઘટસ્ફોટ, યુવતી-સગીરો સાથે 2-2 લાખમાં ડિલ જીનલે આ બાળક ચોરીના રેકેટમાં અન્ય બે સગીર હોવાનું પણ જણાવ્યું હતું જેથી પોલીસે બે સગીરની પણ અટકાયત કરી હતી. જીનલે પોલીસને જણાવ્યું હતું કે, તે અગાઉ નોઇડામાં ઝેપટો કંપનીમાં કામ કરતી હતી ત્યારે બે સગીર પણ કામ કરતાં હતા અને ભુવનેશ નામનો યુવક પણ કામ કરતો હતો. ભુવનેશે જીનલને એક મહિનાનું બાળક શોધવા જણાવ્યું હતું. જીનલ બાળક લઈ આપે તો તેને અને બે સગીરને 2-2 લાખ રૂપિયા આપવા જણાવ્યું હતું. સિવિલમાં ચોરી કરવા ગયેલ બાળકી નીકળતા રાણીપમાંથી બાળકને ઉઠાવ્યો જીનલે અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં બે સગીર સાથે મળીને બાળક શોધવાનું શરૂ કર્યું હતું. સોલા સિવિલમાં જીનલ બાળક શોધવા ગઈ હતી ત્યારે એક બાળક પર નજર પડી હતી પરંતુ તે બાળકી હોવાથી તેની ચોરી ન કરી જે બાદ રાતે મોડા ન્યૂ રાણીપના તળાવ પાસે માતા પિતા સાથે સૂઈ ગયેલું બાળક દેખાતા બાળકની ચોરી કરી હતી. પોલીસ ચેકીંગ દેખાતા બાળકને તળાવ પાસે મૂકી દીધું ચોરી કરીને ત્રણેય જણા બાળક લઈને સાબરમતી રેલવે સ્ટેશનથી નોઇડા જવાના હતા, પરંતુ રાતે જ રેલવે સ્ટેશન પર પોલીસની ચેકીંગ દેખાતા ત્યાંથી નીકળી ગયા હતા. લગભગ 38 કલાક જેટલું બાળક સાથે રાખ્યું હતું. પોલીસ ચેકીંગ હોવાથી બાળક લઈ જઈ શકાય તેમ ન્હોતું જેથી બાળકને તળાવ પાસે જ લાવારીસ હાલતમાં મૂકી દીધું હતું. ભુવનેશે સગીર સાથે બાળકનો 10 લાખમાં સોદ્દો કર્યો હતો સમગ્ર મામલે ભુવનેશની પણ યુપીથી ધરપકડ કરવામાં આવી છે. ભુવનેશે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેને આ બાળક એક સગીર વયના વ્યક્તિને આપવાનું હતું અને સગીર બાળક એક નિઃસંતાન દંપતીને આપવાનો હતો. એક સગીર અને અન્ય આરોપીઓ સંડોવણીની તપાસ ચાલુ ‘આ સમગ્ર કેસમાં બે સગીર, 21 વર્ષીય જીનલ અને 23 વર્ષીય ભુવનેશની ધરપકડ થઈ ચૂકી છે. હજુ આ રેકેટમાં ભુવનેશને કામ આપનાર એક સગીર અને અન્ય આરોપીઓ સંડોવાયેલા છે જેની તપાસ ચાલી રહી છે. નિઃસંતાન દંપતી 1 મહિના સુધીની જ બાળક ખરીદવાનો આગ્રહ રાખે છે, કારણ કે એક મહિના સુધીનો બાળક હોય તો તે સમાજમાં પોતાના બાળક તરીકે બતાવી શકે છે. આ કેસમાં પણ જે નિઃસંતાન દંપતીએ બાળક ખરીદવા પૈસા આપ્યા હશે તેની સામે કાર્યવાહી કરાશે.’
    Click here to Read More
    Previous Article
    મકરબા રેલવે ઓવરબ્રિજની ડિઝાઇનમાં મામલે હવે AMC જાગ્યું:ખોટી ડિઝાઇન અને ટ્રાફિક સમસ્યાને લઈ કન્સલ્ટન્ટ એજન્સી ડેલ્ફને નોટિસ ફટકારી 3 દિવસમાં ખુલાસો મંગાશે
    Next Article
    ક્રિકેટ છોડી બોલિવૂડ ડેબ્યૂ કરશે વિરાટ કોહલી?:રાહુલ દ્રવિડે ખોલ્યું સિક્રેટ, કહ્યું- એ તો નકલ કરવામાં ઉસ્તાદ છે, એક્સપર્ટ બની ચૂક્યો છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment