Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ક્રિકેટ છોડી બોલિવૂડ ડેબ્યૂ કરશે વિરાટ કોહલી?:રાહુલ દ્રવિડે ખોલ્યું સિક્રેટ, કહ્યું- એ તો નકલ કરવામાં ઉસ્તાદ છે, એક્સપર્ટ બની ચૂક્યો છે

    9 hours ago

    વિરાટ કોહલીનું નામ માત્ર ભારતમાં જ નહીં, પણ દુનિયાના મહાન ક્રિકેટરોમાં ગણાય છે. મેદાન પર ઊતરતા જ તે પોતાના બેટથી કમાલ કરી દે છે. પરંતુ ક્રિકેટના શિખર પર પહોંચ્યા પછી, શું વિરાટ હવે બોલિવૂડમાં કદમ મૂકશે? આ રસપ્રદ સવાલનો જવાબ પૂર્વ ભારતીય કેપ્ટન, કોચ અને દિગ્ગજ ક્રિકેટર રાહુલ દ્રવિડે આપ્યો છે. શું હીરો બનશે વિરાટ? તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડે ઇશારો કર્યો કે વિરાટ આગળ જતાં કેમેરા સામે પોતાની કારકિર્દી બનાવી શકે છે. કદાચ કોઈ બોલિવૂડ ફિલ્મમાં કામ કરી શકે છે. BBC એશિયન નેટવર્ક સાથેની વાતચીતમાં રાહુલને પૂછ્યું- તમારી ટીમમાંથી કોણ સૌથી શ્રેષ્ઠ બોલિવૂડ એક્ટર બનશે? આ ઇન્ટરવ્યૂમાં હાજર અભિષેક બચ્ચને રાહુલને યાદ અપાવ્યું કે ઘણા ક્રિકેટરો ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. પછી રાહુલ દ્રવિડે જવાબ આપ્યો- સુનીલ ગાવસ્કરે એક્ટિંગ કરવાનો પ્રયાસ કર્યો. સૈયદ કિરમાણીએ પણ પ્રયાસ કર્યો, પરંતુ તેમને વધુ સફળતા ન મળી. અજય જાડેજાએ પણ એક ફિલ્મ કરી. સારી વાત એ છે કે તેઓ ક્રિકેટ સાથે જ જોડાયેલા રહ્યા. જ્યારે રાહુલને પૂછવામાં આવ્યું કે શું તેઓ ક્યારેય ફિલ્મોમાં નસીબ અજમાવશે, તો તેમણે હસતાં હસતાં જવાબ આપ્યો- ના. મને મારી ક્ષમતા ખબર છે. હું મારી જાતને મૂર્ખ બનાવવાનો નથી. વિરાટના વખાણમાં શું બોલ્યા રાહુલ દ્રવિડ? પરંતુ થોડું વિચાર્યા પછી તેમણે વિરાટ કોહલીનું નામ લીધું અને કહ્યું- મને લાગે છે કે વિરાટ બીજા લોકોની મિમિક્રી ખૂબ સારી કરે છે. તે લોકોની ખૂબ સરસ નકલ ઉતારે છે. જોકે આજકાલ તે એવું અવારનવાર નથી કરતો, પણ મને યાદ છે જ્યારે તે ટીમમાં યંગ પ્લેયર તરીકે આવ્યો હતો અને અમે બધા સિનિયર હતા. ત્યારે લોકોની નકલ ઉતારવાની તેની કળા ખરેખર શાનદાર હતી. તેણે ઘણી બધી જાહેરાતોમાં પણ કામ કર્યું છે. તે આમાં ઘણે અંશે એક્સપર્ટ બની ચૂક્યો છે. હોસ્ટે પછી અનુષ્કા શર્માનો ઉલ્લેખ કરતાં કહ્યું- મને પૂરો વિશ્વાસ છે કે અનુષ્કા તેને કેટલીક ટીપ્સ આપી શકે છે. વિરાટ અને અનુષ્કા પહેલીવાર એક એડ ફિલ્મના સેટ પર જ મળ્યા હતા. ત્યાર પછીથી વિરાટ સેંકડો જાહેરાતોમાં જોવા મળી ચૂક્યો છે. આ પહેલાં કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબડાએ પણ રણવીર અલાહાબાદિયા સાથેની વાતચીતમાં વિરાટની બોલિવૂડ કારકિર્દીની શક્યતાઓ પર વાત કરી હતી. તેમણે કહ્યું હતું- તે પહેલેથી જ એક શ્રેષ્ઠ એક્ટર છે. તે દિલ્હીથી છે, પંજાબી છે અને તેણે એ જિંદગી જોઈ છે. તેણે સફળતાને ખૂબ જ સુંદર રીતે સંભાળી છે. તેણે દરેક લેવલ પર પોતાને મેઇન્ટેન રાખ્યો છે, પછી ભલે વાત કોમ્પિટિશનની હોય, લુક્સની, ફિટનેસની કે મેન્ટલ હેલ્થની. હવે વિરાટ કોહલી બોલિવૂડમાં કદમ મૂકશે કે નહીં, એ તો તે પોતે જ બતાવી શકે છે. પરંતુ એટલું નક્કી છે કે જો તેણે ફિલ્મોમાં એન્ટ્રી કરી, તો તે ઘણા સ્ટાર્સને ક્લીન બોલ્ડ કરી શકે છે.
    Click here to Read More
    Previous Article
    યુવતીએ બાળકને ખાટલામાંથી ઉઠાવ્યો, એજન્ટ સાથે 10 લાખમાં સોદ્દો, CCTV:1 મહિનાના બોયની જ ચોરી કરવાનો ટાર્ગેટ રાખતા, બાળ તસ્કરી રેકેટમાં અમદાવાદી યુવતી, બે સગીર સહિત યુપીના શખસની ધરપકડ
    Next Article
    યુવતીએ બાળકને ખાટલામાંથી ઉઠાવ્યો, CCTV:એજન્ટ સાથે 10 લાખમાં સોદ્દો, 1 મહિનાના બોયનો ટાર્ગેટ રાખતા; બાળ તસ્કરી રેકેટમાં અમદાવાદી યુવતી-સગીર સહિત 4 ઝડપાયા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment