Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હીરાના વિવિધ કટ્સનું ઇન્ટિરિયર, બોગીમાં બેસતાં હીરાનગરીનો અહેસાસ થશે:ડાયમંડ કટ્સ આધારિત થીમેટિક ઇન્ટિરિયર સાથે દેશની અનોખી મેટ્રો; પહેલીવાર બન્યા 110 ફૂટ ઊંડા 2 ‘સ્ટેક્ડ સ્ટેશન’, થર્ડ રેલ સિસ્ટમથી વાવાઝોડામાં પણ મેટ્રો નહીં અટકે

    11 hours ago

    તાપી નદીના પવિત્ર તટ પર વસેલા સુરત શહેરનો પરિવહન ઇતિહાસ સદીઓ જૂનો રહ્યો છે. એક જમાનામાં જળમાર્ગો, બગ્ગી અને ઘોડાગાડી સુરતની ઓળખ હતા. સમય જતાં ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગના પ્રચંડ વિકાસ સાથે ઓટોરિક્ષા તથા સ્થાનિક બસ સેવાઓ શરૂ થઈ. ત્યારબાદ 'બ્રિજ સિટી' તરીકે દેશભરમાં ખ્યાતિ પામેલા સુરતે વિશાળ BRTS નેટવર્ક ઊભું કર્યું. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત'ના સંકલ્પ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતની આર્થિક રાજધાની સુરતમાં દેશની સૌથી આધુનિક મેટ્રો ટ્રેન દોડવા જઈ રહી છે, જે શહેરના અર્બન ટ્રાન્સફોર્મેશનને નવી વૈશ્વિક ઊંચાઈ આપશે. ડાયમંડ થીમ આધારિત દેશનું સર્વપ્રથમ ઇન્ટિરિયર સુરતની વૈશ્વિક ઓળખ સમા હીરા ઉદ્યોગની ઝલક મુસાફરોને મેટ્રોમાં પ્રવેશતાં જ મળશે. મેટ્રો ટ્રેનની અંદર સિલિંગ અને એલિવેશનમાં હીરાના વિવિધ આકર્ષક કટ્સ અને 'ડાયમંડ ફેસિટ્સ'ની કલાત્મક ડિઝાઇન કંડારવામાં આવી છે. ભારતભરમાં કોઈપણ મેટ્રો પ્રોજેક્ટમાં આ પ્રકારનું થીમેટિક ડાયમંડ ઇન્ટિરિયર પ્રથમ વખત સાકાર થઈ રહ્યું છે, જે મુસાફરી દરમિયાન મુસાફરોને રત્નનગરીના અનોખા વૈભવનો અહેસાસ કરાવશે. દેશમાં પહેલીવાર 110 ફૂટ ઊંડા બે 'સ્ટેક્ડ સ્ટેશન'નું નિર્માણ સામાન્ય રીતે મેટ્રો સ્ટેશનો પર બંને દિશાની ટ્રેનો અને પ્લેટફોર્મ એકબીજાની આજુબાજુ હોય છે, પરંતુ સુરતના ઓલ્ડ સિટી જેવા અત્યંત ગીચ વિસ્તારોમાં જમીનની પહોળાઈ ઓછી હોવાથી દેશના સર્વપ્રથમ 'સ્ટેક્ડ સ્ટેશન' બનાવવામાં આવ્યા છે. શહેરના મસ્કતી હોસ્પિટલ અને લાભેશ્વર ખાતે જમીનથી અંદાજે 110 ફૂટની ઊંડાઈએ બે માળના અંડરગ્રાઉન્ડ સ્ટ્રક્ચર તૈયાર કરાયા છે. આ અનોખા એન્જિનિયરિંગ મોડેલમાં બંને ટ્રેનો આજુબાજુ નહીં, પરંતુ અપ અને ડાઉન લાઇન ઉપર-નીચેથી દોડશે. આસપાસની ખાનગી મિલકતો કે ઐતિહાસિક વારસાને જરાય નુકસાન પહોંચાડ્યા વગર ટનલ બોરિંગ મશીન, ડાયાફ્રામ વોલ અને ટોપ-ડાઉન પદ્ધતિ દ્વારા આ સ્ટેશનો ઊભા કરાયા છે. 700 વર્ષ જૂના વૃક્ષને બચાવવા રૂટ બદલ્યો આ પ્રોજેક્ટ એન્જિનિયરિંગની સાથોસાથ પર્યાવરણ અને ઐતિહાસિક વિરાસતના જતનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બન્યો છે. અડાજણ ગામ ખાતે મેટ્રો રૂટમાં આવતાં 700 વર્ષથી પણ વધુ પ્રાચીન ઐતિહાસિક 'ચોર આમલી' વૃક્ષને કાપવાને બદલે શાસકો અને વહીવટીતંત્રે સંવેદનશીલતા દાખવીને મેટ્રોનું આખું અલાઈનમેન્ટ બદલી નાખ્યું હતું. આ ઉપરાંત, પ્રોજેક્ટ હેઠળ બની રહેલા 6 અંડરગ્રાઉન્ડ સ્ટેશનોને 'ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ'ના માપદંડો મુજબ પર્યાવરણ-મૈત્રીપૂર્ણ રીતે વિકસાવવામાં આવી રહ્યા છે. અત્યાધુનિક ટેકનોલોજી અને ગ્રીન ડ્રીમ સિટી ડેપો ખજોદ ખાતે 20 હેક્ટરમાં અત્યાધુનિક ‘ડ્રીમ સિટી ડેપો’ આકાર પામ્યો છે, જ્યાં એકસાથે 24 મેટ્રો ટ્રેનો રહી શકે તેવું વિશાળ સ્ટેબિલિંગ યાર્ડ, ઓટોમેટિક વોશિંગ પ્લાન્ટ્સ અને ટેકનિકલ બ્લોક્સ તૈયાર કરાયા છે. પર્યાવરણની સુરક્ષા માટે ડેપો પરિસરમાં સુએઝ તથા એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા પાણીના પુનઃઉપયોગની વ્યવસ્થા સાથે 3 હજારથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે. તકનીકી રીતે પણ સારોલી અને રઘુકૂલ ટેક્સટાઇલ માર્કેટ પાસે 47 હજારથી વધુ નટ-બોલ્ટ અને 810 ટન સ્ટીલથી 85 મીટરનો મહાકાય ઓપન વેબ ગર્ડર સફળતાપૂર્વક લોન્ચ કરીને એન્જિનિયરિંગનો ઇતિહાસ રચાયો છે. થર્ડ રેલ સિસ્ટમથી ભારે પવન કે વાવાઝોડામાં પણ મેટ્રો નહીં અટકે દરિયાકાંઠા નજીક હોવાને લીધે વાવાઝોડું કે ભારે પવન આવે ત્યારે ટ્રેન સેવા ખોરવાય નહીં તે માટે ઉપરના વાયરોને બદલે પાટાના લેવલથી જ '750V DC થર્ડ રેલ સિસ્ટમ' દ્વારા પાવર સપ્લાય આપવામાં આવશે. કોરિડોર-1 અને કોરિડોર-2ને જોડતું મજુરાગેટ સ્ટેશન શહેરનું મુખ્ય ઈન્ટરચેન્જ હબ બનશે. તેમજ સુરત રેલવે સ્ટેશન, સિટી બસ અને GSRTC ડેપોને એક જ છત નીચે જોડતું મલ્ટી-મોડલ નેટવર્ક તૈયાર થતાં મુસાફરોને સીમલેસ કનેક્ટિવિટી મળશે અને સુરત ટ્રાફિક મુક્ત, સ્માર્ટ ગ્રીન સિટી બનવા તરફ હરણફાળ ભરશે.
    Click here to Read More
    Previous Article
    રાહુલ બોલ્યા- જ્ઞાનેશ કુમારે મત ચોરીમાં મદદ કરી:પ્રિયંકા સાથે 3 કલાકથી ધરણા પર; પોલીસે ચૂંટણી પંચ વિરુદ્ધ વિપક્ષની કૂચ રોકી
    Next Article
    મકરબા રેલવે ઓવરબ્રિજની ડિઝાઇનમાં મામલે હવે AMC જાગ્યું:ખોટી ડિઝાઇન અને ટ્રાફિક સમસ્યાને લઈ કન્સલ્ટન્ટ એજન્સી ડેલ્ફને નોટિસ ફટકારી 3 દિવસમાં ખુલાસો મંગાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment