Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માય ભારત અભિયાનમાં યુવાનોને જોડવાનો લક્ષ્યાંક‎:નર્મદા જિલ્લા માય ભારત સલાહકાર સમિતિની જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક

    1 day ago

    નર્મદા જિલ્લાના યુવાનોમાં નેતૃત્વના ગુણો વિકસે અને તેઓ રાષ્ટ્રનિર્માણમાં સહભાગી બને તે હેતુથી જિલ્લા વિકાસ અધિકારી આર.વી. વાળાની અધ્યક્ષતામાં માય ભારત સલાહકાર સમિતિની એક અગત્યની બેઠક યોજાઈ ગઈ. આ બેઠકમાં જિલ્લાના વિવિધ વહીવટી વિભાગના અધિકારીઓ, અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ સમિતિના સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકની શરૂઆતમાં માય ભારતના ડેપ્યુટી ડાયરેક્ટર પંકજ યાદવે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જિલ્લામાં અત્યાર સુધી થયેલી કામગીરીની વિગતો અને આગામી સમયના આયોજનની રૂપરેખા રજૂ કરી હતી. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખભાઈ માંડવિયાના માર્ગદર્શન હેઠળ દેશભરમાં ૫ કરોડ યુવાનોને 'માય ભારત' પોર્ટલ પર સાંકળવાનો એક રાષ્ટ્રીય લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ લક્ષ્યાંકને સમયસર સિદ્ધ કરવા માટે ડીડીઓ આર.વી. વાળાએ જિલ્લાની તમામ શાળાઓ, કોલેજો, આઈટીઆઈ, યુવા સંગઠનો અને સંબંધિત સરકારી વિભાગોને પરસ્પર સંકલન સાધીને માય ભારત પોર્ટલ પર નર્મદા જિલ્લાના મહત્તમ યુવાનોનું રજીસ્ટ્રેશન કરાવવા માટે ખાસ અનુરોધ કર્યો હતો. યુવાનોના કૌશલ્ય વર્ધન માટે આગામી દિવસોમાં નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓ માટે ખાસ 'આપદા મિત્ર તાલીમ કાર્યક્રમ', 'વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ' તેમજ 'માય ભારત લીડરશીપ બૂટકેમ્પ' જેવી વિવિધ યુવા વિકાસલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવા અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત, જિલ્લાના દરેક બ્લોક (તાલુકા) માંથી માય ભારત સાથે સક્રિયતાથી કાર્ય કરવા માટે બે-બે ઉત્સાહી સ્વયંસેવકોની પસંદગી કરવામાં આવશે અને શ્રેષ્ઠ કામગીરી કરનાર આ સ્વયંસેવકોને પ્રોત્સાહક ઇનામો આપી સન્માનિત કરવામાં આવશે. આ અભિયાનથી અનેક‎યુવાનોને સીધો ફાયદો થશે‎ કેન્દ્ર સરકાર દ્વારા સ્વાયત્ત સંસ્થા તરીકે મેરા યુવા ભારત પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ એક એવું ડિજિટલ પ્લેટફોર્મ છે જે 15 થી 29 વર્ષના યુવાનોને સરકારની વિવિધ યોજનાઓ, લર્નિંગ પ્રોગ્રામ્સ અને સામાજિક સેવાઓ સાથે સીધા જોડે છે. ગુજરાત અને દેશના કોઈપણ યુવાન પોતાની ઓળખ સાથે સત્તાવાર વેબસાઈટ mybharat.gov.in પર જઈને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકે છે. રજીસ્ટ્રેશન સંપૂર્ણપણે નિઃશુલ્ક છે અને તેમાં એનસીસી , એનએસએસ કે નેહરુ યુવા કેન્દ્રસાથે જોડાયેલા અથવા સામાન્ય વિદ્યાર્થીઓ પણ ભાગ લઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    56 ભોગ અને ટનબંધ પ્રસાદનું વિતરણ‎:નવસારી ઇસ્કોનની આજે 12મી રથયાત્રા: હરિનામ સંકીર્તન વચ્ચે જગન્નાથ નગરચર્યાએ
    Next Article
    અનુબંધમ પોર્ટલ પર નોંધણી ફરજિયાત‎:અમરેલી ITIમાં રોજગાર ભરતીમેળો 17મીએ યોજાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment