Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    56 ભોગ અને ટનબંધ પ્રસાદનું વિતરણ‎:નવસારી ઇસ્કોનની આજે 12મી રથયાત્રા: હરિનામ સંકીર્તન વચ્ચે જગન્નાથ નગરચર્યાએ

    1 day ago

    ​નવસારીમાં આજે ભગવાન જગન્નાથની 12મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ઇસ્કોન સંસ્થા દ્વારા જૂન 2014થી શરૂ કરાયેલી આ પરંપરાગત રથયાત્રામાં આ વર્ષે ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઇસ્કોન નવસારીના પ્રેસિડેન્ટ જય ગોવિંદ દાસે જણાવ્યું હતું કે, આ રથયાત્રા ગોલોક ધામના દિવ્ય ઉત્સવોની નવસારીના આંગણે પાવન ઝાંખી છે. આજે બપોરે 3 વાગ્યે નવસારી રેલવે સ્ટેશનથી ભગવાન જગન્નાથ, બલદેવજી અને સુભદ્રાજીના રથ પ્રસ્થાન કરશે અને નિર્ધારિત રૂટ પર ફરીને ઇસ્કોન મંદિરમાં સંપન્ન થશે. 4 કલાક ચાલનારી આ યાત્રા દરમિયાન ભક્તો હરિનામ સંકિર્તન કરશે. ​ભગવાન જગન્નાથ માટે છેલ્લા પાંચ દિવસથી 56 ભોગ બનાવવાની સેવા ચાલી રહી છે. દીક્ષિત ભક્તો પૂર્ણ પવિત્રતા સાથે અને ભક્તિભાવપૂર્વક આ ભોગ તૈયાર કરી રહ્યા છે. શુદ્ધતા જાળવવા માટે એલ્યુમિનિયમના વાસણોને બદલે પિત્તળ અને કાંસાના વાસણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રથયાત્રામાં આશરે 10 હજારથી વધુ શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરાઈ છે. રથની પાછળ 1 હજાર કિલો ફ્રૂટ્સ અને 1 હજાર કિલો બુંદીનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત, 10થી 12 પ્રકારના શાકભાજી અને વિવિધ ધાન્યમાંથી તૈયાર કરાયેલી પૌષ્ટિક ખીચડીનો વિશેષ પ્રસાદ પણ ભાવિકો માટે તૈયાર કરાયો છે. સમગ્ર નગરને ધજાઓ અને સુશોભન દ્વારા શણગારાયું છે,
    Click here to Read More
    Previous Article
    વાંસદા તાલુકા ભાજપમાં આંતરિક વિખવાદ:પૂર્વ નેતાએ હોદ્દો ન હોવા છતાં અધિકારીઓને ‘શાસક પક્ષના નેતા' તરીકે પત્ર લખતા વિવાદ
    Next Article
    માય ભારત અભિયાનમાં યુવાનોને જોડવાનો લક્ષ્યાંક‎:નર્મદા જિલ્લા માય ભારત સલાહકાર સમિતિની જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment