Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાંસદા તાલુકા ભાજપમાં આંતરિક વિખવાદ:પૂર્વ નેતાએ હોદ્દો ન હોવા છતાં અધિકારીઓને ‘શાસક પક્ષના નેતા' તરીકે પત્ર લખતા વિવાદ

    1 day ago

    વાંસદા તાલુકાની રાજનીતિમાં ફરી એકવાર ગરમાવો જોવા મળી રહ્યો છે. તાલુકા પંચાયતના નવા હોદ્દેદારો કાર્યભાર સંભાળી ચૂક્યા હોવા છતાં ભૂતપૂર્વ શાસક પક્ષના નેતા બિપીનભાઈ બી. માહલાએ પોતાને હાલના શાસક પક્ષના નેતા દર્શાવી જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી (DDO) સહિતના અધિકારીઓને પત્ર લખ્યા હોવાનો મામલો સામે આવતા રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે. વાયરલ થયેલા પત્રમાં બિપીનભાઈ માહલાએ શાસક પક્ષના નેતા તરીકે સહી-સિક્કા કર્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે તાલુકા પંચાયતમાં નવા પ્રતિનિધિઓ સત્તા સંભાળી ચૂક્યા છે, ત્યારે પૂર્વ હોદ્દેદાર દ્વારા આ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવતા અનેક સવાલો ઊભા થયા છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે જો કોઈ વ્યક્તિ હાલ તે હોદ્દા પર નથી, તો શું તે સરકારી અધિકારીઓને તે હોદ્દાના નામે સત્તાવાર પત્રવ્યવહાર કરી શકે? જો આવું કરવામાં આવ્યું હોય તો શું તે નિયમોનો ભંગ ગણાય? અને આવા લેટરપેડનો અન્ય કોઈ હેતુસર દુરુપયોગ થયો છે કે નહીં તેની પણ તપાસ થવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે. આ સમગ્ર ઘટનાએ વાંસદા ભાજપમાં ચાલી રહેલા આંતરિક મતભેદોને ફરી એકવાર ઉજાગર કર્યા છે. સોશિયલ મીડિયામાં પત્ર વાયરલ થતાં કાર્યકરો અને રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. હવે જિલ્લા વહીવટી તંત્ર તથા ભાજપ સંગઠન આ મામલે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાઈ છે. ભૂતપૂર્વ શાસક પક્ષના નેતા દ્વારા હોદ્દા પર ન હોવા છતાં શાસક પક્ષના નેતા તરીકે અધિકારીઓને પત્ર લખવામાં આવ્યા હોવાના મામલે હવે અનેક સવાલો ઊભા થયા છે. આવા લેટરપેડનો કોઈ દુરુપયોગ થયો છે કે નહીં, તેની તલસ્પર્શી તપાસ કરી જરૂરી હોય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. જિલ્લા ભાજપ પ્રમુખને રજૂઆત કરી આ બાબત અમારા ધ્યાનમાં આવતા જ જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. બિપીનભાઈને પણ જાણ કરવામાં આવી છે કે ભવિષ્યમાં આવી ભૂલ ન કરે. > કૌશિકભાઈ પટેલ, પ્રમુખ, વાંસદા તાલુકા પંચાયત
    Click here to Read More
    Previous Article
    વૃદ્ધ પેન્શન યોજનાના‎નિયમોમાં સુધારાની માંગ‎:નવસારીના કોર્પોરેટરે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર
    Next Article
    56 ભોગ અને ટનબંધ પ્રસાદનું વિતરણ‎:નવસારી ઇસ્કોનની આજે 12મી રથયાત્રા: હરિનામ સંકીર્તન વચ્ચે જગન્નાથ નગરચર્યાએ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment