Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૃદ્ધ પેન્શન યોજનાના‎નિયમોમાં સુધારાની માંગ‎:નવસારીના કોર્પોરેટરે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

    1 day ago

    નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નં. 13ના કોર્પોરેટર વિજયભાઈ રાઠોડે રાજ્ય સરકાર સમક્ષ ગરીબ અને નિરાધાર વરિષ્ઠ નાગરિકો માટેની વૃદ્ધ પેન્શન યોજનામાં મહત્વપૂર્ણ સુધારા કરવાની માંગ નવસારી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે. કોર્પોરેટર વિજય રાઠોડે વધુમાં જણાવ્યું હતું કે, હાલની પેન્શન યોજનામાં બી.પી.એલ. સ્કોર, આવક મર્યાદા અને અન્ય ટેકનિકલ શરતોને કારણે ઘણા ખરા જરૂરિયાતમંદ વડીલો આ યોજનાના લાભથી વંચિત રહી જાય છે. ઘણી વખત પરિવાર હોવા છતાં વડીલોની યોગ્ય સંભાળ લેવાતી નથી અને તેઓ દૈનિક ખર્ચ માટે અન્ય પર નિર્ભર રહેવા મજબૂર બને છે. આ મહત્વની રજૂઆત બાબતે વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવા તેમણે સરકારને ભારપૂર્વક અપીલ કરી છે. હાલમાં સરકારની યોજના હેઠળ અમુક નિયમોને લઇ વૃદ્ધ લોકો પેન્સનથી વંચિત રહેવા પામે છે. વિજય રાઠોડે જણાવ્યું કે તેમની રજૂઆતો ધ્યાને લઇ વૃદ્ધ પેન્શન યોજનાની વ્યાખ્યા અને પાત્રતાના નિયમોમાં જરૂર સુધારા કરી તમામ પાત્રો ગરીબો અને જરૂરિયાતમંદ વરિષ્ઠ નાગરિકોને યોજનાનો લાભ મળે તેવી તપાસ કરી વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માગ કરી હતી. વાસ્તવિક ગરીબી અને નિરાધાર સ્થિતિને આધાર બનાવે તો લાભ થાય આયુષ્માન ભારત યોજનાની જેમ જ વરિષ્ઠ નાગરિકો માટે પાત્રતાની વ્યાખ્યામાં ફેરફાર કરી વાસ્તવિક ગરીબી અને નિરાધાર સ્થિતિને મુખ્ય આધાર બનાવવો જોઈએ. આ પ્રકારના સુધારાથી દરેક પાત્ર વૃદ્ધને આર્થિક સહારો મળશે અને તેઓ સ્વાભિમાન સાથે સન્માનજનક જીવન જીવી શકશે.
    Click here to Read More
    Previous Article
    બોમ્બથી ઉડાવી દેવાની ધમકી‎:તપાસમાં મળ્યું ‘ફેક’ ઈ-મેઇલ, ડેપ્યુટી પોસ્ટ માસ્તર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી
    Next Article
    વાંસદા તાલુકા ભાજપમાં આંતરિક વિખવાદ:પૂર્વ નેતાએ હોદ્દો ન હોવા છતાં અધિકારીઓને ‘શાસક પક્ષના નેતા' તરીકે પત્ર લખતા વિવાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment