Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોમ્બથી ઉડાવી દેવાની ધમકી‎:તપાસમાં મળ્યું ‘ફેક’ ઈ-મેઇલ, ડેપ્યુટી પોસ્ટ માસ્તર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી

    1 day ago

    નવસારી હેડ પોસ્ટ ઓફિસ પરિસરમાં આવેલી પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્ર દોડતું થયું હતું. બુધવારે સવારે મળેલી આ ધમકી બાદ સુરક્ષા એજન્સીઓએ સઘન તપાસ હાથ ધરી હતી, જોકે તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળી આવતા તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.​નવસારી હેડ પોસ્ટ ઓફિસના ડેપ્યુટી પોસ્ટ માસ્ટર ઈમરાનખાન પઠાણના જણાવ્યા અનુસાર, બુધવાર, 15 જુલાઈના રોજ સવારે આશરે 11 વાગ્યાના સુમારે વડી કચેરીમાંથી એક ઈમેલ પ્રાપ્ત થયો હતો. આ ઈમેલમાં સ્પષ્ટપણે હેડ પોસ્ટ ઓફિસ કેમ્પસમાં કાર્યરત પાસપોર્ટ ઓફિસને નિશાન બનાવીને બોમ્બથી ઉડાવી દેવાની ચીમકી આપવામાં આવી હતી. ​ધમકીભર્યો ઈમેલ મળતા જ પોસ્ટ ઓફિસ પ્રશાસને તાત્કાલિક નવસારી કલેક્ટર અને એસ.પી.ને જાણ કરી હતી. સર્ચ ઓપરેશન બાદ રાહત.. ​પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ પોસ્ટ ઓફિસ તથા પાસપોર્ટ ઓફિસના તમામ વિભાગોમાં ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. બપોર સુધી ચાલેલા આ ઓપરેશન દરમિયાન કોઈ પણ પ્રકારની વિસ્ફોટક કે શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. કેમ્પસ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું સ્પષ્ટ થયા બાદ પોલીસ દ્વારા ક્લિયરન્સ આપવામાં આવ્યું હતું, જેના પગલે બપોર બાદ પોસ્ટલ અને પાસપોર્ટની કામગીરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવી હતી. 3 મહિનામાં બીજીવાર ઇ-મેઇલ ધમકી છેલ્લા ત્રણ મહિનામાં નવસારી હેડ પોસ્ટ ઓફિસને મળેલી આ બીજી ધમકી છે. વારંવાર મળી રહેલી આ ધમકીઓને પગલે પોલીસ તંત્ર વધુ સતર્ક બન્યું છે. આ ''ફેક'' ઈમેલ કયા આઈપી એડ્રેસ પરથી અને કોણે મોકલ્યો હતો, તે દિશામાં સાયબર ક્રાઈમ-પોલીસ દ્વારા ટેકનિકલ તપાસ હાથ ધરાઇ છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુઝિવ:ખારાશ રોકવા બનતો ટાઇડલર ડેમ બન્યો પડકાર, 9‎ગામોની 1.25 લાખ ચો. મી.જમીન‎ ડુબાણમાં જઇ શકે‎
    Next Article
    વૃદ્ધ પેન્શન યોજનાના‎નિયમોમાં સુધારાની માંગ‎:નવસારીના કોર્પોરેટરે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment