Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુઝિવ:ખારાશ રોકવા બનતો ટાઇડલર ડેમ બન્યો પડકાર, 9‎ગામોની 1.25 લાખ ચો. મી.જમીન‎ ડુબાણમાં જઇ શકે‎

    1 day ago

    નવસારીમાં વિરાવળ કસ્બા નજીક બની રહેલ ટાઇડલર ડેમના કારણે પૂર્વ તરફના 9 જેટલા ગામોની સવા લાખ ચોરસ મીટરથી વધુ જમીન ડુબાણમાં જઈ શકે છે,જેને લઈ સરકારે જમીન સંપાદન પ્રક્રિયા શરૂ કરી છે. નવસારી નજીકના કસ્બા વિરાવળ નજીક પૂર્ણા નદી ઉપર ટાઇડલર ડેમ બની રહ્યો છે.ડેમનું મુખ્ય કામ 80 ટકાથી વધુ પૂર્ણ થઈ ગયું છે. આ ડેમ બનવાથી મુખ્ય ફાયદો દરિયાની ખારાશ નદી વાટે આગળ વધતી અટકશે અને જમીનમાં મીઠું પાણી તો જશે, સાથે મીઠું પીવાલાયક પાણી અને સિંચાઈ માટે પણ ફાયદો થશે. જોકે ડેમમાં પાણીનો જથ્થો રહેવાને કારણે મોટી ભરતી સાથે એકસાથે નદીમાં પાણી વધવાને કારણે નજીકનો કેટલોક ભાગ ડુબાણમાં પણ જઈ શકવાની શક્યતા છે. આ સ્થિતિને જોતા સરકારે ડેમના પૂર્વ બાજુના 9 ગામોની કેટલીક જમીન સંપાદન કરવાનો નિર્ણય લીધો છે. આ ગામોમાં જ્યાં ડેમનું મુખ્ય સ્ટ્રક્ચર બની રહ્યું છે તે વિરાવળ, કસ્બા સહિતના અન્ય 7 ગામો હોવાનું જાણવા મળે છે. આ સંપાદન માટે જાહેરનામાં પ્રસિદ્ધ થઈ રહ્યા છે અને વાંધા મંગાવવામાં આવી રહ્યા છે. જોકે આખરી જાહેરનામા ટાણે તેમાં ફેરફાર થઈ શકે છે, જે જમીનો સંપાદન કરવાની કાર્યવાહી છે તેમાં કેટલી પડતર, કેટલી ખેતીલાયક, કોઈકમાં બાંધકામ છે કે નહી તે જાણી શકાયું નથી. આ ગામોની જમીનો‎હાલ સંપાદનના‎દાયરામાં ..‎ મળતી માહિતી મુજબ હાલ તંત્રે 9 જેટલા ગામોની જમીન સંપાદન કરવાની નેમ વ્યક્ત કરી છે. જેમાં આમરી, મોલધરા, ચોવીસી, ધારાગીરી, તરસાડી, કસ્બાપારની જમીનો ઉપરાંત આમડપોર,વિરાવળ અને ખેરગામનો સમાવેશ થાય છે.આ ગામોમાં 5 થી 6 ગામોમાં સંપાદિત જમીન સર્વે નંબર સહિત લિસ્ટ તૈયાર છે જ્યારે અન્ય ગામોનું ચાલુ હોવાનું જાણવા મળે છે.કુલ સંપાદિત વિસ્તાર અંદાજે સવા લાખ ચોરસ મીટરથી વધુ છે. સંપાદન કરવા માટે ડુબાણ સહિતના અન્ય કારણો પણ આમ તો ડેમ બનવાને લઈ નદી નજીકની જમીનો સંપાદન કરવાનું એક મુખ્ય કારણ ડુબાણ તો છે ઉપરાંત અન્ય કારણો પણ છે. જેમાં નજીકની જગ્યા બફર ઝોન રાખવી પડે જે ઉપયોગી થઈ શકે. ડેમ નજીક રસ્તા વગેરે માટે પણ જમીન જરૂરી હોય છે. કેનાલ કે અન્ય હેતુ કરાનાર હોય તો તેને માટે પણ જમીન જરૂરી હોય છે. જમીનનું ધોવાણ અટકાવવા, પર્યાવરણીય કારણ માટે પણ જરૂરી છે. જોકે પૂર્ણા ટાઇડલર ડેમના કિસ્સામાં ડુબાણ સિવાય અન્ય કેટલા હેતુ માટે જમીન સંપાદન કરવી પડશે તે જાણી શકાયું નથી.
    Click here to Read More
    Previous Article
    ગરુડેશ્વર ખાતે વાસુદેવાનંદ સરસ્વતી મહારાજની પુણ્યતિથિ ઉજવાઈ:1914માં નર્મદા કિનારે સમાધિ લીધી હતી, 112મો આરાધના મહોત્સવ
    Next Article
    બોમ્બથી ઉડાવી દેવાની ધમકી‎:તપાસમાં મળ્યું ‘ફેક’ ઈ-મેઇલ, ડેપ્યુટી પોસ્ટ માસ્તર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment